ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને હવે નોકરી બદલવા માટે બે લાખનો બોન્ડ આપવો ફરજીયાત

04 March 2021 06:47 PM
Rajkot
  • ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને હવે નોકરી બદલવા માટે બે લાખનો બોન્ડ આપવો ફરજીયાત

શાળા પસંદગી બાદ કેટલાક શિક્ષકો હાજર થતા ન હોય કમિશ્ર્નર સ્કૂલ દ્વારા પગલા

રાજકોટ તા.4
રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને હવે નોકરી બદલવા માટે બે લાખનો બોન્ડ આપવો પડશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ સહાયકો પૈકીના કેટલાક શિક્ષણ સહાયકો પસંદગીના સ્થળે હાજર થતા ન હોય કમિશ્ર્નર ઓફ સ્કૂલ્સ દ્વારા આવા શિક્ષણ સહાયકો પાસેથી બે લાખનો બોન્ડ લેવાની જોગવાઈ કરવામા આવી હોવાનુ ટોચના સુત્રોએ જણાવ્યુ હતું.
ચાલુ નોકરીવાળા શિક્ષણ સહાયકોએ આવુ સોગંદનામુ કર્યાનું સર્ટીફીકેટ આપવુ ફરજીયાત કરવામાં આવેલ છે.
શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામનારા ઉમેદવારોને શાળા પસંદ કરવાની છૂટ્ટ આપવામાં આવે છે પરંતુ કેટલાક શિક્ષણ સહાયકો શાળાઓ ફાળવાઈ ગયાબાદ હાજર થતા નથી જેના પગલે શાળાઓને શિક્ષક નહીં મળવાના પગલે વિદ્યાર્થીઓનો અભ્યાસ રઝળી પડે છે.
આ પરિસ્થિતિ નિવારવા માટે શિક્ષણ કમિશ્ર્નર દ્વારા શિક્ષણ સહાયકો માટે રૂા.300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ આપવાનુ ફરજીયાત કરવામા આવેલ છે. આ અંગે રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરાતા તેઓએ આ બાબતને સમર્થન આપી આ અંગેની જોગવાઈ કરાયાનુ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement