માછીમારી બોટના અપહરણના મામલે ગૃહમાં તડાફડી : ઉનાના ધારાસભ્ય લાલઘૂમ

04 March 2021 06:45 PM
Gujarat
  • માછીમારી બોટના અપહરણના મામલે
ગૃહમાં તડાફડી : ઉનાના ધારાસભ્ય લાલઘૂમ

ગૃહમંત્રીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી કોંગ્રેસ પર કરેલ પ્રહાર


ગાંધીનગર તા.4
ગુજરાત વિધાનસભામાં માછીમારો નાની બોટ પકડવાના મામલે નિયમ 116 નોટિસની રજૂઆત દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું.
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ માછીમારોને બોટ પકડવા અને નિયમ 116 અંતર્ગત રાજ્ય સરકાર સમક્ષ અનેક પ્રશ્ર્નો કર્યા હતા જોકે પુંજાભાઈ વંશ અત્યારે કઈ જગયા ઉપર ઊભા થયા ત્યારે સુરતના યુવા ધારાસભ્ય હર્ષ બેઠા બેઠા એવી કોમેન્ટ કરી હતી કે તાજેતરની ચૂંટણીમાં પુંજાભાઈ વંશ ના દીકરા નું શું થયું ? ગ્રુહ માં ઉદબોધન કર્યું હતું કે હા ત્યારે જનતાના લોક ચુકાદાને હું નથી મસ્તક સ્વીકારું છું કારણકે આ લોકશાહી છે.
તેવું નિવેદન કરીને ભાજપ ઉપર પ્રહાર કરતા પુંજાભાઈ વંશ એ એમ પણ કહ્યું હતું કે પ્રજાએ તમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે ભરોસો ટકાવી રાખજો કારણ કે ભરોસાની ભેંસ ને પાડો આવે નહીં તેમના આ વિધાન થી ગુરુમાં વાતાવરણ ડહોળાયું હતું
જોકે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને ગૃહમાં નિવેદન કર્યું હતું કે પુંજાભાઈ નગરપાલિકાઓની હાર પચાવી શકતા નથી ત્યારે આ કઈ માનસિકતા છે ? પુંજાભાઈ વંશ માછીમારો નાની બોટ પકડવા અંગે સરકાર પર અનેક પ્રહાર કર્યા હતા અને તાકીદ કરી હતી કે સરકાર આવા કૃત્યો સામે કડક કાયદો બનાવે છે પરંતુ તેનો અમલ કેમ નથી કરતી તેવા પ્રશ્ર્નો પૂછ્યા હતા.


Related News

Loading...
Advertisement