વધુ એકવાર આલિયા ઓનસ્ક્રીન દુલ્હન બનશે ‘ઉડ ગયે’માં!

04 March 2021 04:53 PM
Entertainment
  • વધુ એકવાર આલિયા ઓનસ્ક્રીન દુલ્હન બનશે ‘ઉડ ગયે’માં!

હળવી કોમેડી ફિલ્મની આવતીકાલે રજુઆત

મુંબઈ:
ફિલ્મની પસંદગી, જકડી લેતી કથા અને પાવરફુલ પાત્ર અને ખાસ તો અભિનયના કારણે આલિયા ભટ્ટ તેના ફેન્સને હંમેશા ઈમ્પ્રેસ કરતી રહી છે. પોતાના ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન લુકથી આલિયા હંમેશા તેની ફેન્સની પ્રિય રહી છે.


વર્ષ 2014માં આવેલી ‘2 સ્ટેટસ’ ફિલ્મમાં આલિયા દક્ષિણ ભારતીય વધુના રૂપમાં જોવા મળી હતી જેમાં તેના એક ડાયલોગે લોકોનું ખાસ ધ્યાન ખેંચેલું. ‘મૈં શાદી કરુંગી તો કરીનાવાલા ડિઝાઈનર લહેંગા પહન કે કરુંગી, વર્ના દુલ્હે કો ટાટા બાય બાય કર દુંગી!’ બાદમાં આલિયા ‘હમરી શર્મા કી દુલ્હનીયા’ (2014)માં દુલ્હનના રૂપમાં જોવા મળેલી હતી અને તે પછી ‘રાઝ’માં પણ તે દુલ્હન બની હતી, હવે આલિયા ફરી આવતી કાલે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ઉડ ગયે’માં દુલ્હનના રૂપમાં જોવા મળશે! આ ફિલ્મને વર્ષની હળવી ફિલ્મ તરીકે ઓળખવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આલિયા સામે પવૈલ ગુલાટી ચમકી રહ્યો છે. પવૈલ અગાઉ ‘થપ્પડ’ અને ‘ધોસ્ટ સ્ટોરીઝ’ તેમજ વેબસીરીઝ ‘મેક ઈન હેવન’માં કામ કરી ચૂકયો છે. આ ફિલ્મનું સંગીત ગાયક-ગીતકાર-સંગીતકાર ઋત્વીજે તૈયાર કર્યું છે. તેના ફેમસ ગીત ‘ઉડ ગયે’ એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. આ ગીતને જ ફિલ્મનું ટાઈટલ રખાયું છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ચતુર્વેદીએ કર્યું છે!


Related News

Loading...
Advertisement