મ.ન.પા.ના વોર્ડ નં.6ની ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ : કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આંદોલનની જાહેરાત

04 March 2021 04:12 PM
Rajkot ELECTIONS 2021
  • મ.ન.પા.ના વોર્ડ નં.6ની ચૂંટણીમાં ગેરરીતિનો
આક્ષેપ : કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આંદોલનની જાહેરાત

અનશનની મંજુરી નહીં આપ્યાનો પોલીસ સામે આક્ષેપ : પોલીસ દ્વારા ધરપકડ બાદ અંતે છુટકારો

રાજકોટ, તા. 4
રાજકોટ મહાનગરપાલિકાની તા.21/2ની યોજાઇ ગયેલ ચૂંટણીમાં કોંગ્રેસના જનાધાર પ્રાપ્ત ઉમેદવારોની જીત ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ આંખ કણા માફક ખટકતી હતી. આથી કોંગ્રેસના ઉમેદવારોને પરાજીત કરવા અકળ દોરી સંચાર તળે ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ઇવીએમમાં અક્ષમ્ય ગેરરીતિ ઘાલમેલ કરવાનું કારસ્તાન વોર્ડ નં.6ના બુથોના પ્રિસાઇડીંગ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારી દ્વારા આચરાયેલા કારસ્તાન સામે તપાસ કરી પગલા લેવાની માંગણી રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી, વોર્ડ નં.6ના ઉમેદવાર મોહનભાઇ સોજીત્રા દ્વારા આધાર-પુરાવા સાથે ચૂંટણી અધિકારી, કમિશ્નર, રાજય ચૂંટણી આયોગ સમક્ષ કરેલ. છતાં કોઇપણ ન લેવાતા જાહેર માહિતી અધિકાર તળે માંગેલ માહિતી ન અપાતા આખરે મોહનભાઇ સોજીત્રાએ નગારે ઘા ઝીકી ચૂંટણી આયોગ સામે ધરણા આંદોલન કરવા રાજકોટ પોલીસ કમિશ્નર સમક્ષ મંજુરી માંગેલ તથા રાજકોટ મ્યુ. જગ્યા રોકાણ ખાતા સમક્ષ મંડપની મંજુરી તા.3/3 થી તા.5/3ની માંગેલ હતી.


આ અંગે મોહનભાઇ સોજીત્રાએ જણાવેલ કે, રાજકોટ મ્યુ. કોર્પો.ના જગ્યા રોકાણ શાખા દ્વારા બંધારણે પ્રત્યેક નાગરીકોને બક્ષેલ અભિવ્યકિતના અધિકારને આદર સહ લક્ષમાં લઇને નિયામનુસાર રૂા. 250 વસુલીને મંડપની મંજુરી આપેલ. પરંતુ રાજકોટ પોલીસ તંત્ર અને પોલીસ કમિશ્નર દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રી તથા ભાજપના નેતાઓને વહાલા થવા ખુશ રાખવા અવળચંડાઇ આચરી મંજુરી ન આપીને મોહનભાઇ સોજીત્રાની આપખુદીથી અટકાયત કરવાનો કારસો આચરીને એ ડીવીઝન પોલીસ દ્વારા મંડપ બેનર વગેરે જપ્ત કરીને ગેરકાયદેસર અટકાયત કરી પોલીસ સ્ટેશન ગુનાહિત કોઇપણ કૃત્ય વિના ગોંધી રાખતા સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરતા સામાકાંઠા વિસ્તારના પ્રબુદ્ધ પ્રજાજનો, મતદારો અને કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ અને સંખ્યાબંધ નિષ્પક્ષ લોકો એ ડીવીઝન પોલીસના અન્યાયી પગલા સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશને દોડી જતા એ ડીવીઝન પોલીસ દ્વારા મોહનભાઇ સોજીત્રાને અટકાવવા મુકત કરવામાં આવેલ.


Related News

Loading...
Advertisement