કેરળમાં ભાજપના મુખ્યમંત્રી 'ચહેરા' તરીકે મેટ્રોમેન શ્રીધરન

04 March 2021 03:35 PM
India Politics
  • કેરળમાં ભાજપના મુખ્યમંત્રી 'ચહેરા' તરીકે મેટ્રોમેન શ્રીધરન

દેશના સૌથી સુશિક્ષિત રાજયમાં ભાજપે રસપ્રદ સ્થિતિ સર્જી : 16 સભ્યોની ચૂંટણી સમીતીની જાહેરાત: તા.7ના અમીત શાહ કેરાળામાં: પ્રથમ વખત શ્રીધરનને આગળ કરશે

નવી દિલ્હી:
ભાજપે ડાબેરી અને કોંગ્રેસના વર્ચસ્વ ધરાવતા રાજય કેરાળામાં રાજકીય પહોચ બનાવવા દેશમાં મેટ્રોમેન તરીકે જાણીતા અને દિલ્હીની મેટ્રો-મેનના સફળ આર્કીટેક ઈ શ્રીધરનને રાજયમાં ભાજપ્ના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. દક્ષિણના આ રાજયમાં આગામી માસમાં ચૂંટણી યોજાઈ રહી છે.

જો કે ભૂતકાળમાં એક પણ ચૂંટણીમાં ભાજપ્ને સફળતા મળી નથી પણ પક્ષે હવે કેરાળાને પણ અત્યંત ગંભીરતાથી લઈને રાજયમાં 16 સભ્યોની ચૂંયણરી સમીતીની જાહેરાત કરી છે. જેઓ હજું એક સપ્તાહ પુર્વે જ ભાજપમાં જોડાયેલ ઈ શ્રીધરનના સમાવેશની સાથે જો રાજયમાં ભાજપ્ને સતા મળે તો મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે ઈ શ્રીધરન હશે તે જાહેર કરી કેરાળામાં રસપ્રદ સ્પર્ધા શરુ કરી છે.

દેશના સૌથી શિક્ષિત રાજય તરીકે કેરાળા જાણીતું છે અને ભાજપે આ રાજયના કોઈ ચહેરાને આટલું મહત્વ આપ્યું હોય તેવી પ્રથમ ઘટના છે. તા.7 માર્ચના રોજ કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમીત શાહ કેરાળાના પ્રવાસ કરીને પ્રચારનો પ્રારંભ કરશે અને તે સમયે શ્રીધરનને સતાવાર રીતે મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજુ કરશે.

શ્રીધરને ભાજપમાં જોડાતા સમયે જ તેઓ મુખ્યમંત્રી બનવા તૈયાર હોવાનો સંકેત આપી દીધો હતો અને તેઓએ કેરાળાનો એક આધુનિક રાજય તરીકે વિકાસને મહત્વ આપવાની જાહેરાત કરી હતી. જો કે કેરાળામાં ભાજપ કેટલી સફળતા મેળવી શકશે તે પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement