ગરમી હજુ વધશે; રવિવાર સુધી તાપમાનનો પારો 37થી39 ડીગ્રીની રેન્જમાં રહેશે

04 March 2021 03:25 PM
Rajkot Saurashtra
  • ગરમી હજુ વધશે; રવિવાર સુધી તાપમાનનો પારો 37થી39 ડીગ્રીની રેન્જમાં રહેશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: નવા સપ્તાહમાં પવનની ઝડપ પણ વધશે

રાજકોટ તા.4
રાજકોટ-સૌરાષ્ટ્રમાં ગરમી-તાપમાનનો પારો ઉંચે ચડવા લાગ્યો છે ત્યારે રવિવાર સુધી પારો ઉંચો જ રહેવાની અને ત્યારબાદ મામુલી-આંશિક રાહત મળવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ-સૌરાષ્ટ્રમાં એકાદ દિવસથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. મહતમ નોર્મલ તાપમાન 34થી35 ડીગ્રી તથા ન્યુનતમ તાપમાન 17 ડીગ્રી છે તેની સરખામણીએ અમદાવાદમાં 36.8 ડીગ્રી, રાજકોટમાં 36 ડીગ્રી, ડીસામાં 37.1 ડીગ્રી, વડોદરામાં 37.2 ડીગ્રી, ભુજમાં 37 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 37.3 ડીગ્રી, અમરેલીમાં 37.2 ડીગ્રી તથા મહુવામાં 37.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જયારે ન્યુનતમ તાપમાન ભુજમાં 19.4 ડીગ્રી, અમરેલીમાં 18.2 ડીગ્રી તથા અમદાવાદમાં 14 ડીગ્રી હતું.


તા.4થી12 માર્ચ દરમ્યાનની આગાહી કરતા તેઓએ કહ્યું હતું કે તા.4થી7 માર્ચ સુધી તાપમાન ઉંચુ જ રહેશે. આ ચાર દિવસ દરમ્યાન પારો 37થી39 ડીગ્રીની રેન્જમાં રહેવાની શકયતા છે. તા.8 અને 9ના રોજ એકાદ ડીગ્રીની આંશિક રાહત રહેશે જયારે 10થી12 માર્ચ દરમ્યાન તાપમાન 35થી37 ડીગ્રીની રેન્જમાં રહેશે.આગાહીના સમયગાળામાં પવન પશ્ર્ચીમી-ઉતર પશ્ર્ચિમી રહેશે. તા.4થી7 માર્ચ 10થી15 કીમીની ઝડપે અને કયારેક 20 કીમીની ઝડપે પવન ફુંકાશે. તા.8થી12 માર્ચમાં ગતિ વધીને 15થી25 કીમી અને કયારેક 30 કીમીની થશે. પશ્ચિમી પવનોને કારણે ભેજનું પ્રમાણ રહેશે. 7થી9 દરમ્યાન મહતમ રહેશે. તા.7થી9 દરમ્યાન કચ્છ, પશ્ર્ચીમ સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતમાં અમુક ભાગોમાં ઝાકળવર્ષા થશે. તા.10થી12 દરમ્યાન ઝાકળનું પ્રમાણ વધશે.આગાહીના સમયમાં ન્યુનતમ તાપમાન પણ નોર્મલ કરતા ઉંચુ જ રહેવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement