અમરેલી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.8નાં મહિલા ઉમેદવારને સૌથી વધુ મત

04 March 2021 01:31 PM
Amreli ELECTIONS 2021
  • અમરેલી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.8નાં
મહિલા ઉમેદવારને સૌથી વધુ મત

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.4
અમરેલી પાલિકાની ચૂંટણીની મતગણતરી આજે યોજાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં જેશીંગપરા વોર્ડ-8ના ભાજપના મહિલા ઉમેદવાર નીતાબેન પ્રકાશભાઈ ભડકણને 3660 મત મળેલ છે. જે શહેરના તમામ મતદારોમાં સૌથી વધુનો આંક જોવા મળી રહયો છે.જયારે અમરેલી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ-7ના ભાજપના ઉમેદવારને પૂર્વ નગરસેવક અજીજભાઈ ગોરી અને વોર્ડ-10ના પૂર્વ નગરસેવક અને પૂર્વ વિપક્ષી નેતા સંદિપ ધાનાણીનો પરાજય થયો છે. તદ્ઉપરાંત, શહેર કોંગ્રેસના પ્રમુખ લલિત ઠુંમરના પત્નિ કુંજલબેન ઠુંમરનો વોર્ડ-6માં પરાજય થયો છે.


Related News

Loading...
Advertisement