અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી બેઠક પર ‘આપ’ના મહિલા ઉમેદવારનો વિજય

04 March 2021 01:25 PM
Amreli ELECTIONS 2021
  • અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી બેઠક 
પર ‘આપ’ના મહિલા ઉમેદવારનો વિજય

ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇના પત્નીનો પરાજય

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.4
અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધારગણી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર પારૂલબેન હરેશભાઈ દોંગાને 4998 મત મળેલ છે. અને તેઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના ધર્મપત્નિને પરાજિત કરીને જિલ્લા પંચાયતમાં આપનું ખાતુ ખોલાવ્યું છે.


નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં સફળતા મળવાની શરૂ થઈ હોય સુરત શહેર બાદ અમરેલી જિલ્લામાં પણ ભભઆપભભનું આગમન ભાજપ- કોંગ્રેસ માટે આગામી દિવસોમાં ચિંતા ઉપજાવે તો નવાઈ પામવા જેવું નહીં રહે.કોંગ્રેસ પક્ષને ભેરાઈ, ડેડાણ, ડુંગર, કોટડાપીઠા, જુનાવાઘણીયા અને કુંકાવાવ મોટી બેઠક પર સફળતા મળેલ છે. ગત ટર્મના જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા શુકલભાઈ બલદાણીયા, રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રાના પુત્રવધૂ, કોટડાપીઠાના ભાજપ અગ્રણી મહેશભાઈ ભાયાણી સહિતના દિગ્ગજોનો પરાજય થયો છે. સૌથી આશ્ચર્યજનક પરિણામ ધાગરણી બેઠકનું આવ્યું છે. જયાં, ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના ધર્મપત્નિનો આપનાઉમેદવાર સામે પરાજય થયો છે.


Related News

Loading...
Advertisement