સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લામાં કોરોનાનો ઉથલો : નવા 108 કેસ

04 March 2021 01:00 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લામાં કોરોનાનો ઉથલો : નવા  108 કેસ

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 6પ કેસ : જામનગર 11, ભાવનગર 14, જૂનાગઢ 9, કચ્છમાં વધુ 7 કેસ : 58 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ, તા.4
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી કોરોના સંક્રમણમાં વધારા સાથે કેસની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ બોટાદ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. સૌરાષ્ટ્રમાં ર4 કલાક દરમિયાન વધુ નવા 108 પોઝીટીવ કેસ સામે પ8 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં પ7 શહેર 8 ગ્રામ્ય કુલ 6પ, જામનગર 8 શહેર 3 ગ્રામ્ય કુલ 11, જૂનાગઢ પ શહેર 4 ગ્રામ્ય કુલ 9, ભાવનગર 10 શહેર 4 ગ્રામ્ય કુલ 14 મોરબી 3, બોટાદ 3, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર 1-1 કેસ સહિત કુલ 108 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જયારે રાજકોટ 38, જામનગર 7, જૂનાગઢ પ, ભાવનગર 6, મોરબી-અમરેલી 1-1 સહિત પ8 કેસ નોંધાયા છે. કચ્છમાં નવા 7 પોઝીટીવ કેસ સામે એક પણ દર્દી સાજા થયેલ નથી. રાજયમાં નવા 475 દર્દીઓ સામે 3પ8 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજયનો રીકવરી રેટ 97.40 ટકા નોંધાયો છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા નવા 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,205 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 10 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં કુંઢેલી ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં થોરડી ગામ ખાતે 1, મહુવા ખાતે 1 તેમજ ગારીયાધાર તાલુકાનાં માનવિલાસ ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.


જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 6 અને તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 13 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 6,205 કેસ પૈકી હાલ 35 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement