સાવરકુંડલા પાલિકાની ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્યા : ભાજપનું શાસન

04 March 2021 12:48 PM
Amreli ELECTIONS 2021
  • સાવરકુંડલા પાલિકાની ચૂંટણીમાં શહેર
કોંગ્રેસ પ્રમુખ હાર્યા : ભાજપનું શાસન

36 બેઠકમાંથી માત્ર પાંચ બેઠક પર કોંગ્રેસની જીત

અમરેલી તા.4
સાવરકુંડલા નગર પાલિકામા ગત પ વર્ષ કોંગ્રેસના શાસનથી કંટાળીને આ વર્ષે 36માંથી 31 સીટ ઉપર ભાજપના ઉમેદવારો જીતેલ છે સ્વ વિકાસથી રચ્યા પચ્યા કોંગ્રેસના લોકોને જાકારો આપેલ છે. સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટ દવેએ પોતાના ઘમંડથી પોતે હાર્યા અને આખી કોંગ્રેસના શાસનને હલબલાવી નાખેલ 36 સીટમાં ફક્તત પ સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયેલ લોકોએ ભાજપ ઉપર પૂરો ભરોસો મૂકી 31 સીટ ઉપર ભગવો લહેરાવેલ.


વોર્ડ નં.1 : ભાજપ પેનલ : તૃપ્તિબેન રાજુભાઇ દોશી, શારદાબેનમનસુખભાઈ લડવા, અશોકભાઈ ભીમજીભાઈ ચેહાણ, કિશોરભાઈ કનુભાઇ બુહા. વોર્ડ નં.- ર : ભાજપ પેનલ : અજયભાઈ બાબભાઈ ખુમાણ, જયાબેન વલ્લભભાઈ કરેણા, પ્રતિકકુમાર ગોવિંદભાઇ નાકરાણી, મંજુલાબેન ખોડીદાસભાઈ ચિત્રોડા. વોર્ડ નં.- 3 : ભાજપ પેનલ : રસિલાબેન કેશુભાઈ ચુડાસમા, હંસાબેન કમલેશભાઈ રાનેરા, પીયૂષભાઈ વ્રજલાલભાઈ મશરૂ, જયસુખભાઈ નનુભાઈનાકરાણી. વોર્ડ નં.4 : ભાજપ પેનલ : દક્ષાબેન ભાવેશભાઈ કવા, હંસાબેન ભુપતભાઇ પંસૂરિયા, જીજ્ઞેશભાઈ પરશોતમભાઈ ટાંક, ગોવિંદભાઇ હિરજીભાઈ પરમાર. વોર્ડ નં.પ : જનકબેન કરશનભાઇ આલ (ભાજપ), કેશવલાલ મેધાભાઈ બગડા (ભાજપ), અશોકભાઈ બી. ખુમાણ (કોંગ્રેસ), જયશ્રીબેન ભાનુભાઈ ભરાડ (કોંગ્રેસ). વોર્ડ નં.6 : ભાજપ પેનલ : જયાબેન હસુભાઈ ચાવડા, નગ્માબેન અબ્દુલભાઇ જાફર, લાલાભાઈ નનુભાઈ ગોહિલ, ધર્મેન્દ્રભાઈ પરમાનંદભાઈ મહેતા. વોર્ડ નં.7 : આસિફભાઈ ઇકબાલભાઈ કુરેશી (ભાજપ), ફરીદાબેન કરીમભાઈ શેખ (ભાજપ), અમીનાબેન ઇબ્રાહિમભાઈ બાવનકા (કોંગ્રેસ), નાસીરભાઈ બાલાભાઈ ચૌહાણ (કોંગ્રેસ). વોર્ડ નં.8 : ભાજપ પેનલ : દયાબેન નીતિનભાઈ હેલૈયા, ડી.કે.પટેલ, મેધાભાઈ હેમાંગભાઈ ગઢિયા, હરિભાઈ રાણાભાઈ ચાવડા. વોર્ડ નં.9 : મંજુલાબેન રમેશભાઇ ચેહાણ (ભાજપ), રેખાબેન દિનેશભાઇ ગોહિલ (ભાજપ), મેહુલભાઈ કિશોરભાઈ ત્રિવેદી (ભાજપ), રાજેશભાઈ ઉમરભાઈ ચૌહાણ (કોંગ્રેસ) વિજેતા જાહેર થયા છે.


Related News

Loading...
Advertisement