તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની મોડી રાત સુધી પુછપરછ : 14 કરોડનો ફલેટ રડાર પર

04 March 2021 12:11 PM
Entertainment
  • તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની મોડી રાત સુધી પુછપરછ : 14 કરોડનો ફલેટ રડાર પર

આવકવેરા વિભાગે વાયકોમ સહિતના ગ્રુપ પર સકંજો લીધો : રાજકીય છાપ પણ ઉભી થઇ!

મુંબઇ તા.4
બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ અને ડિરેકટર અનુરાગ કશ્યપની ગત મોડી રાત સુધી ઇડીએ પુછપરછ કરી હતી. બંનેના ઘરે આવક વેરા વિભાગે દરોડો પાડીને ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા લોકો ઉપર પણ સકંજો કસ્યો છે.


બુધવારે મુંબઇ અને પૂનામાં 30થી વધુ સ્થળે તપાસ કરવામાં આવી હતી. તેમાં નિર્માતા વિકાસ બહલ, ક્વાન ટેલેન્ટ પ્રબંધનના અધિકારીઓની જગ્યા પણ સામેલ છે. આઇટી સૂત્રોએ જણાવ્યું હતું કે આ બોલીવુડ હસ્તીઓના સ્થળ પર આવક વેરા ચોરી અંગે તપાસ ચાલી રહી છે. તેઓ વચ્ચે કોઇ આંતરીક કનેકશન છે. હાલ પૂરાવા મેળવવા આ ઝડતી લેવામાં આવી રહી છે. ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણી, નિર્માતા મધુ મેન્ટેના અને યુ-ટીવી સ્પોર્ટ બોયના પૂર્વ પ્રમુખ વિકાસ બહેલે કરી હતી અને 2018માં આ કંપની બંધ થઇ ગઇ છે. અનુરાગ કશ્યપે અંધેરીમાં ખરીદેલા 14 કરોડના ફલેટ અંગે ચકાસણી થઇ રહી છે. તાપસી પન્નુની બે મોટા બજેટની ફિલ્મને લઇને તપાસ ચાલે છે.


રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપના સીઇઓ શિવાશિષ સરકાર મની ટ્રેલના કારણે આવી ગયા છે. જો કે વધુ એક વખત કેન્દ્રીય એજન્સી સેલ્ફ ગોલ કરતી પણ જોવા મળી રહી છે. આ કંપનીના સભ્યો પણ તપાસમાં આવી ગયા છે. ક્વાન ટેલેન્ટ કંપનીમાં સલમાન ખાનનો ભાગ હોવાની વાત પણ અગાઉ સામે આવી હતી. તાપસી પન્નુ જે મોટી બે ફિલ્મોમાં કામ કરે છે તેમાં મુકેશ અંબાણીની કંપની જોડાયેલી છે. ફિલ્મનું પ્રોડકશન વાય કોમ-18 કરે છે. એક ફિલ્મમાં એક શાહરૂખ ખાન સાથે કામ કરે છે અને બીજી ફિલ્મ જાણીતા ખેલાડીની બાયોપીક છે.


આ દરોડાને ઘણા લોકો રાજકારણ સાથે પણ જોડી રહ્યા છે. સવારે ઉત્સાહથી દરોડા પાડનાર આવક વેરા અધિકારીઓ પાસે સાંજે પૂરતા જવાબ ન હતા અને કોઇ નિવેદન પણ આપ્યું ન હતું. અગાઉ દિપીકા પાદુકોણ પણ આવી એજન્સીના નિશાન પર આવી ગઇ હતી. હજુ આ અંગે તપાસ ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement