મહામારી ફરી વકરતા હવે બોલિવૂડમાં નવી ફિલ્મોનું માર્કેટીંગ-પ્રમોશન એકટર્સ ફિઝીકલી નહિં, ડિઝીટલી કરશે!

04 March 2021 10:32 AM
Entertainment Gujarat budget Top News
  • મહામારી ફરી વકરતા હવે બોલિવૂડમાં નવી ફિલ્મોનું માર્કેટીંગ-પ્રમોશન એકટર્સ ફિઝીકલી નહિં, ડિઝીટલી કરશે!

એકટરની પણ સામાજીક જવાબદારી છે, તે એવી જગ્યાએ જવાનું પસંદ નથી કરતા જયાં ભીડ હોય, આજે ડિઝીટલ પ્લેટફોર્મ વ્યાપક છે ત્યારે ફિઝીકલી પ્રમોશનની જરૂર નથી: વિપુલ શાહ

મુંબઈ તા.4
ફિલ્મ નિર્માણનાં બજેટની સાથે સાથે તેની રીલીઝ અને પ્રમોશનનું પણ એક બજેટ હોય છે. કોરોના મહામારીનાં કારણે 9 મહિના સુધી ફીલ્મ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો હતો. હવે સરકારે 100 ટકા પ્રેક્ષકોની સંખ્યાની થિયેટરોને સરકારે મંજુરી આપી છે. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કારણે વધ્યા છે. ખાસ કરીને ફિલ્મ ઉદ્યોગનાં વડામથક જે રાજયમાં છે તે મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બેફામ વધારો થયો છે.


ઘણી ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે. પરંતુ તેનું પ્રમોશન મોટાપાયે થવાની શકયતા થવાની નહિંવત છે. આ સંજોગોમાં ફિલ્મોનું માર્કેટીંગ પ્રમોશન ડિઝીટલી થવાના સંજોગો પણ પેદા થયા છે.એકટર વરૂણ ગુપ્તા જણાવે છે કે હું આરઆરઆર, રાધેશ્યામ, ભૂત પોલીસ અને એન્ટિમ ફીલ્મમાં કામ કરી રહ્યો છું.અમારી માર્કેટીંગ વ્યુહ રચના એવી છે કે દર્શકોને સિનેમાંઘરોમાં જાદુની અનુભુતિ થાય. વરૂણે ઉમેર્યુ હતું કે હાલ તેઓ પ્રમોશનમાં અભિનેતાઓને સમાવિષ્ટ નથી કરતા, જે કોરોના મહામારી પહેલા કરતા હતા.


ફિલ્મ નિર્માતા વિપુલ શાહ જણાવે છે કે અભિનેતાઓની પણ સામાજીક જવાબદારી છે. કારણ કે તેઓ પ્રમોશન માટે એવી જગ્યાએ જવા નથી માગતા હોતા જયાં ખૂબ ભીડ હોય.વિપુલ શાહ કહે છે કે આવા પ્રમોશન શરૂ થવામાં હજુ 6 થી 7 મહિના લાગી શકે છે.જોકે વિપુલ શાહ આનો ઉકેલ જણાવતાં કહે છે કે આજે ડીઝીટલ પ્લેટફોર્મની વ્યાપક પહોંચ છે. શહેરમાં ફિલ્મનાં પ્રમોશન માટે પ્રવાસ કરવો જરૂરી નથી. તે હવે નિરર્થક બની ગયુ છે.તમારે નવી રીતો સાથે કામ કરવુ પડશે.આજે વિશ્વ બદલાઈ ગયુ છે.હાલ મને ફિઝીકલી પ્રમોશનની જરૂર નથી લાગતી, હા આપણે નવીનતા લાવવી પડશે.


એમ્મા માર્કેટીંગ જુના મેનેજર જય ગોટેચા જણાવે છે કે કે ડિઝીટલી પ્રમોશન્સનોં તેના પડકારો છે.ગયા વર્ષે અમે ડિસેમ્બરમાં ‘ઈન્દુ કી જવાની’ રજુ કરી હતી અને ડિઝીટલી માર્કેટીંગ કર્યુ હતું અને તે પડકારજનક હતુ. આમ મહામારીની સ્થિતિમાં ફ્લ્મિનાં માર્કેટીંગ-પ્રમોશન માટે ફિઝીકલીનાં બદલી ડિઝીટલી માધ્યમનો ક્ધસેપ્ટ દ્વારા બોલીવુડમાં જોવા મળે છે.


Related News

Loading...
Advertisement