રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. આજે સતત સાતમા દિવસે ૪૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૩૦૦થી વધુ દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસો વધીને ૨,૬૩૮ થઈ ગયા છે. તેમજ કુલ સંક્રમિતોની સંખ્યા ૨.૭૧ લાખને પાર થઈ ગઈ છે. રિકવરી રેટ ઘટીને ૯૭.૪૦ થયો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૪૭૫ કેસો નોંધાયા છે. એક દર્દીનું મોત થયું છે. જ્યારે ૩૫૮ દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૪,૧૯૫ થઈ ગઈ છે. હાલ કુલ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૨,૫૯૯ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪,૪૧૨ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૧,૨૪૫ થયો છે.
રાજ્યમાં છોટાઉદેપુ૨, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ ૫ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી.
● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ ૧૧૭, સુરત ૯૬, વડોદરા ૯૪, રાજકોટ ૬૫, ભાવનગર ૧૪, જામનગર ૧૧, ગાંધીનગર ૧૦, જૂનાગઢ ૯, આણંદ - કચ્છ - મહેસાણા ૭, ખેડા - પંચમહાલ ૬, સાબરકાંઠા ૪, મોરબી ૩, ભરૂચ - બોટાદ - નર્મદા - નવસારી વલસાડ ૨, અમરેલી - અરવલ્લી - બનાસકાંઠા - દાહોદ - દેવભૂમિ દ્વારકા - ગીર સોમનાથ - મહિસાગર - પાટણ ૧.