વડોદરામાં સામૂહિક આપઘાતથી અરેરાટી : એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત, 3 સારવારમાં

03 March 2021 07:53 PM
Vadodara Crime Gujarat
  • વડોદરામાં સામૂહિક આપઘાતથી અરેરાટી : એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત, 3 સારવારમાં
  • વડોદરામાં સામૂહિક આપઘાતથી અરેરાટી : એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત, 3 સારવારમાં
  • વડોદરામાં સામૂહિક આપઘાતથી અરેરાટી : એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત, 3 સારવારમાં

સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીની ઘટના : પોલીસ કાફલો દોડી ગયો : આર્થિક ભીંસથી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ : મૃતકોમાં એક બાળકી પણ સામેલ

વડોદરા:
વડોદરામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેમાંથી 3ના મોત છે. જ્યારે 3 લોકોને સારવારમાં ખસેડવામાં આવ્યા ચેમ સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોની આ ઘટના છે. બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો.

મળતી વિગત મુજબ વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોનીએ જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 3 સભ્યોને 108 મારફત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, સોની પરિવારે મકાન અને શહેરના મંગળ બજારમાં આવેલી દુકાન પણ વેચી દીધી હતી. છતાં આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આપઘાતનું પગલું ભર્યું હતું.


Related News

Loading...
Advertisement