આટકોટ પાસે કાળ બનીને આવેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલક 100 મીટર સુધી ઢસડાયો : મોત

03 March 2021 07:17 PM
Rajkot Crime
  • આટકોટ પાસે કાળ બનીને આવેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલક 100 મીટર સુધી ઢસડાયો : મોત

માલસામાન ભરેલો ટ્રક કાબુ ગુમાવતાં ખાડામાં પલટી મારી ગયો : ચાલક ફરાર : ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ

રાજકોટ તા.3
રાજકોટના આટકોટ ગોંડલ હાઇવે પાસે કાળ બનીને આવેલા ટ્રકે સામેથી આવતા બાઇક ચાલકને હડફેટે લેતા બાઈક સહિત ચાલક 100 મીટર સુધી ઢસડાયો હતો અને બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.આ અંગે આટકોટ પોલીસ મથકના સ્ટાફે ટ્રકચાલક સામે ગુન્હો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર,રાજકોટના આટકોટ તરફ જતો ટ્રક ડ્રાઈવર પુર ઝડપે બેફામ બનીને ટ્રક હંકારતો હતો.એ સમયે સામેથી બાઈક આવતા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત હતું અને ટ્રક ખાડામાં પલ્ટી મારી ગયો હતો.ટ્રકમાં કોઈ માલસામાન ભરેલા કોથળા હતા તેમાં પણ નુકસાન થયું હતું.જ્યારે બાઈકમાં પણ નુકસાની થઈ હતી.અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.


અકસ્માતની ઘટના સામે આવતા જ આટકોટનાં પીએસઆઈ કે.પી.મેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે લોકોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક બાઈક ચાલક ગોંડલ નજીકના દડવા ગામનો વતની હતો અને તેનું નામ દેવેન્દ્ર વિરાભાઈ રાઠોડ છે.મૃતદેહને પોસ્ટમોટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેમજ તેમના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ પણ જસદણ પહોંચી ગયા હતા.હાલ ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement