ખોખડદળ પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

03 March 2021 07:09 PM
Rajkot Crime
  • ખોખડદળ પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
  • ખોખડદળ પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
  • ખોખડદળ પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
  • ખોખડદળ પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

કાર, રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો : રીક્ષાનો બુકડો : બે ઘવાયા : ઘટના સ્થળે ટ્રાફીકજામ સર્જાયો : પોલીસ દોડી : રસ્તાનું કામ ચાલુ હોય માટે અકસ્માતના બનાવો અવાર-નવાર બની રહ્યાનું સ્થાનિકોએ જણાવ્યું : બાઇક ચાલક વાણંદ યુવાન તેની પત્નીને રાજકોટ રેલવે સ્ટેશને મુકી પોતાના ઘરે દેવડીયા જતો’તો : પત્નીને વતન કર્ણાટકમાં ભાભીનો શ્રીમંત પ્રસંગ હોય ત્યાં જવાનું હતું : તા.9/3ની મૃતકે રેલવેની ટીકીટ બુક કરાવી’તી : પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.3
શહેરના ખોખળદડ નજીક ત્રિપલ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક યુવાનનું મોત નિપજયું હતું. ખોખડદડ નજીક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં રીક્ષામાં સવાર અન્ય બે વ્યકિતને પણ ઇજા થઇ હોવાનું હાલ પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.

અકસ્માતને પગલે રીક્ષાનો બુકડો બોલી ગયો હતો અને ઘટના સ્થળે ટ્રાફીક જામ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક કિલયર કરાવ્યો હતો. જયારે ઘવાયેલાને હોસ્પિટલમાં તેમજ મૃતદેહને રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બનાવવાળી જગ્યાએ રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોટડાસાંગાણીના દેવડીયા ગામે રહેતા કલ્પેશભાઇ વિઠ્ઠલભાઇ મારૂ (ઉ.વ.37) (વાણંદ) નામના યુવાન વહેલી સવારે પત્ની કવિતાબેનને રેલવે સ્ટેશને મુકી પરત દેવડીયા ગામે ફરતા હતા ત્યારે ખોખડદડ નદીના પુલ પાસે રીક્ષા અને કાર સાથે કલ્પેશભાઇનું બાઇક અથડાતાં તેને શરીરે અને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.

કલ્પેશભાઇ વાણંદ કામ કરતા હતા તેને સંતાનમાં બે દિકરા પોતે એક ભાઇ બે બહેનમાં નાના હતા. તેમના પરિવારનાં જણાવ્યા મુજબ કલ્પેશના પત્ની કવિતાબેનનું માવતર કર્ણાટક આવેલું છે. ત્યાં તેના ભાભીનું થોડા દિવસ બાદ શ્રીમંત હોવાથી કલ્પેશભાઇ આજે વહેલી સવારે પોતાનું જીજે 03 ડીએન 4663 નંબરનું બાઇક લઇ પત્ની કવિતાબેનને રાજકોટ રેલવે સ્ટેશને કર્ણાટકની ગાડી હોય ત્યાં મુકવા ગયા હતા.

ત્યારબાદ ત્યાંથી પરત ફરતી વેળાએ ખોખડદળ નદીના પુલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ કરાતા પત્ની કવિતાબેન અમદાવાદ રેલવે સ્ટેશનથી જ ઉતરી ગયા હતા. તા.9/3ના રોજ કલ્પેશે પણ પોતાની કર્ણાટક જવાની રેલવે ટીકીટ બુક કરાવી હતી. કલ્5ેશભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. અકસ્માતનાં સ્થળે જીજે 03 ઇસી 6831 નંબરની વર્નાકાર ખાડામાં ઉતરી ગઇ હતી અને જીજે 03 એવી 4057 નંબરની રીક્ષા બુકડો થઇ ગઇ હતી.

આ બનાવને પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સ્થાનિકો અને આજીડેમ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ સવજીભાઇ બાલાસરા અને જયેન્દ્રભાઇ દવે સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. તેમજ કલ્પેશભાઇનાં મૃતદેહને રાજકોટ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ખોખડદડ પુલ પાસે રસ્તાનું કામ ચાલુ હોય જેથી આવા અકસ્માતનાં બનાવો અવાર-નવાર બનતા હોવાનું સ્થાનિકોની વાતચીત પરથી જાણવા મળ્યું હતું.

તેમજ આ અકસ્માતમાં ઘવાયેલા રીક્ષા ચાલક રામભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.વ.30) રહે.ખોડીયારપરા-2 કેશરી હિંદ પુલ નીચે અને મુસાફર સુરેશભાઇ દેવજીભાઇ ચૌહાણ (રહે.કોલેજ વાડી-8)ને તુરંત જ 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.


Related News

Loading...
Advertisement