ગુજરાતનું અર્થતંત્ર શિસ્તબદ્ધ શ્રેષ્ઠ છતાં કોરોનાને કારણે ચાલુ વર્ષે જંગી મહેસુલી ખાધ

03 March 2021 07:04 PM
Gujarat Gujarat budget
  • ગુજરાતનું અર્થતંત્ર શિસ્તબદ્ધ શ્રેષ્ઠ છતાં કોરોનાને કારણે ચાલુ વર્ષે જંગી મહેસુલી ખાધ

16 વર્ષથી સરકારે ઓવરડ્રાફટ લીધો નથી; ખાદ્ય પણ અંકુશમાં

ગાંધીનગર તા.3
ગુજરાત સરકાર દ્વારા રાજવિતીય શિસ્ત અને દેવાની સ્થિતિનું સંપૂણ; પાલન કરવામાં આવ્યું છે. પ્રવર્તમાન અધિનિયમ પ્રમાણે રાજયનાં કુલ એકંદરે ઘરગથ્થુ ઉત્પાદનો (જીએસડીપી) ના 3 ટકાની મર્યાદામાં રાજવિતીય ખાધ રહેવી જોઈએ.કોરોના કાળને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે બે ટકાનો વધારો કરી દીધો હતો એટલે પાંચ ટકા સુધીની ખાદ્ય પરવાનગીપાત્ર છે.

રાજય સરકારે આર્થિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી હોય તેમ રાજય સરકારનું દેવુ મર્યાદામાં છે. 2019-20 માં જીએસડીપીનાં 16.19 ટકા હતું તે 2020-2021 ના સુધારેલા અંદાજ મુજબ 18.14 ટકા સુચવાય છે. જીએસડીપી ખાધ પણ પાંચ ટકાની મર્યાદા છતાં 3.10 ટકા જ રહેવાનો અંદાજ છે. 2019-20 માં મહેસુલી ખાધ શુન્ય ટકાનાં લક્ષ્યાંક સામે 1945 કરોડની મહેસુલી પુરાંત હાંસલ કરી છે.

2020-21 માં 21952 કરોડની મહેસુલી ખાદ્ય અંદાજી છે તે પાછળનું મુખ્ય કારણ કોરોનાકાળ છે. રાજય સરકારે દેવા ચુકવણીમાં કયારેય ચુક કરી નથી. એટલુ જ નહિં 16 નાણાંકીય વર્ષથી કયારેય ઓવરડ્રાફટ લીધો નથી કે 15 વર્ષથી પેશગી લીધી નથી. 2004-05 માં દેવા ખર્ચ 10.79 ટકા હતો તે 2019-20 માં 8.45 ટકા તથા 2020-21 માં 8.27 ટકા થાય તેમ છે.


Related News

Loading...
Advertisement