શ્રીનગરમાં સેનાના અધિકારીએ જાતે જ ગોળી મારી આપઘાત કર્યો

03 March 2021 06:48 PM
Crime
  • શ્રીનગરમાં સેનાના અધિકારીએ જાતે જ ગોળી મારી આપઘાત કર્યો

શ્રીનગર તા.3
શ્રીનગરમાં સેનાના એક અધિકારીએ જાતે જ પોતાના શરીર પર ફાયર કરી આપઘાત કરી લીધાનો બનાવ બનતા સેનાના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. શ્રીનગરનાં ખાનમોહ વિસ્તાર લે.કર્નલ સુદીપ ભગતે જાતે જ પોતાના શરીરમાં ગોળી ધરતી દતાં તેનું મોત થયુ હતું. સેનાના અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ડેપોમાં ફરજ દરમ્યાન કર્નલ સુદીપ ભગતે ગોળી મારી જીવનનો અંત આણ્યો છે.જેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગત ફેબ્રુઆરીમાં પણ સેનાના એક જવાને આ પ્રકારે આપઘાત કર્યો હતો.


Related News

Loading...
Advertisement