રાજયમાં દેશની સૌ પ્રથમ ‘સર્વિસ સેકટર યુનિ.’ કાર્યરત કરાશે

03 March 2021 06:36 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં દેશની સૌ પ્રથમ ‘સર્વિસ સેકટર યુનિ.’ કાર્યરત કરાશે

શ્રમિકો માટે કારખાનાઓની નજીક PPP ધોરણે રાહતદરના આવાસો નિર્માણ કરાશે : શ્રમયોગીઓને બેટરી સંચાલિત દ્વીચક્રી વાહન ખરીદી માટે સહાય આપવા 10 કરોડ ફાળવાયા : આઇ.ટી.આઇ. ઓનું તબકકાવાર અપગ્રેડેશન કરી સુવિધા વધારાશે : રાજય સરકારના અંદાજપત્રમાં શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઇ

ગાંધીનગર તા. 3 : ગુજરાત સરકારના વર્ષ ર0ર1-રર ના અંદાજપત્રમાં શ્રમ અને રોજગાર વિભાગ માટે 1પ0ર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં શ્રમિકોને તેમના કામકાજના સ્થળની નજીકમાં જ રહેઠાણ પ્રાપ્ત થાય તે માટે મુખ્યમંત્રી ઔધોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પીપીપી ધોરણે રાહત દરના શ્રમિક આવાસોનું નીર્માણ કરવામાં આવશે.


આ ઉપરાંત રાજયની આઇટીઆઇઓનું તબકકાવાર અપગ્રેડેશન કરી તાલીમાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારો કરવો જરુરી હોય રરપ આઇટીઆઇમાં દોઢ લાખ તાલીમાર્થીઓ માટે ઉધોગ ગૃહોની મદદથી હાઇ-એન્ડ તાલીમ સુવિધા અને નવા ઉભરતા વ્યવસાયો માટે વિશ્ર્વકક્ષાની સંલગ્ન તાલીમ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.


મુખ્યમંત્રી અપ્રેન્ટિસ યોજના હેઠળ એક લાખ અપ્રેન્ટિસોને સહાય આપવા માટે રૂ.પ3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી અને ગુણવતાયુકત પ્રાયોગીક તાલીમ આપવા માટે જરુરી ટુલ્સ અને ઇકવીપમેન્ટ, ફર્નીચર પુરા પાડવાની યોજના હેઠળ 40 કરોડ ફાળવવામાં આવેલ છે.


રાજયની વિવિધ ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ માળખાકીય સુવીધાઓનું સ્ટ્રેન્ધનીંગ જેમકે ખુટતા વર્કશોપ અને થીયરી રુમનું બાંધકામ, સ્ટાફ કવાટર્સ, હોસ્ટેલ તથા 4 નવી આઇટીઆઇના બાંધકામ માટે રૂ.3પ કરોડ તેમજ રાજયમાં લાંબા સમયથી કાર્યરત કૌશલ્ય વર્ધન કેન્દ્રોના રીફોર્મીંગ કરવા માટે રૂ.10 કરોડ ફાળવણી કરવામાં આવી છે.


ઔધોગિક શ્રમયોગીઓને બેટરી સંચાલીત દ્વીચક્રી વાહનની ખરીદી કરવા નાણાકીય સહાય આપવા સારુ ગો-ગ્રીન શ્રમિક યોજના માટે રૂ.10 કરોડની જોગવાઇ કરાયેલ છે. ગીફટ સીટી ગાંધીનગર ખાતે સર્વીસ સેકટર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એકસલન્સ સેન્ટર શરુ કરવા માટે રૂ.1 કરોડની જોગવાઇ કરાયેલ છે.


રાજયના ઔધોગિક વિકાસની સાથે સાથે સર્વીસ સેકટરનો પણ વિકાસ જરુરી છે. જેના દ્વારા પણ લાખોની સંખ્યામાં રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે. સર્વીસ સેકટરમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય તે માટે યુવાનોને ઉચ્ચ કક્ષાની તાલીમ અને શિક્ષણ આપવા દેશની સર્વપ્રથમ સર્વીસ સેકટર યુનિવર્સિટીનું નીર્માણ કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.


Related News

Loading...
Advertisement