યુવાનને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં આરોપી જામીન મુકત

03 March 2021 06:34 PM
Rajkot Crime
  • યુવાનને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં આરોપી જામીન મુકત

રાજકોટ તા.3
શહેરમાં રહેતા યુવકને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સને જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ અતુલભાઇ નામના યુવકે ગત તા.14 જાન્યુઆરીએ ગળફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના મામા ગોપાલભાઇ ચૌહાણે રછોડ ઘુઘા કારેલા દ્વારા ધમકીઆપી ત્રણ લાખની માંગણી કરતા આ પગલુ ભરી લીધાની ફરિયાદમાં જણાવતા પોલીસે રણછોડની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતાં. જેલ હવાલે રહેલા રણછોડ કારેલાએ જામીન અરજી કરતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ બચાવપક્ષની લેખીત-મૌખીક દલીલ ઘ્યાને લઇ અધિક સેશન્સ જજે રણછોડની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.


Related News

Loading...
Advertisement