સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયાના ડેવલોપમેન્ટ માટે 652 કરોડ ફાળવાયા

03 March 2021 05:57 PM
Gujarat Gujarat budget
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયાના ડેવલોપમેન્ટ માટે 652 કરોડ ફાળવાયા

કેવડીયાના સંકલિત વિકાસમાં જંગલ સફારી, આરોગ્ય વન, ક્રુઝ, ઇકો ટુરીઝમ સહિતની યોજનાઓનો સમાવેશ

રાજકોટ તા. 3 : દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટરની પ્રતિમાને ખુબજ ટુંકાગાળામાં વિશ્વની સૌથી ઉચી પ્રતિમાના સ્વરુપે ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિધ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઇમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંધાઇ કો-ઓપેરશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે.આવા વિશ્વ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરી છે. કેવડીયાના સંકલિત વિકાસમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રિવર રાફટીંગ નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર  ગોરા બ્રિજ, બે બસ ટર્મિનસ, 50 હોમ-સ્ટે, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, મીરર મેઝ, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી અને ખલવાણી ઇકો-ટુરીઝમની યોજનાઓનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂ.652 કરોડની જોગવાઇ રાજય સરકારના અંદાજપત્રમાં કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement