કોંગ્રેસપક્ષ એ વિચારધારા છે : રાજકારણમાં હાર-જીત ગૌણ બાબત

03 March 2021 05:56 PM
Rajkot Crime
  • કોંગ્રેસપક્ષ એ વિચારધારા છે : રાજકારણમાં હાર-જીત ગૌણ બાબત

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યકર્તા બેઠકમાં નેતાઓનો સૂર : ફરી તાકાતથી કામે લાગી જવા કાર્યકરોને હાકલ

રાજકોટ તા.3
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગત રોજ શહેરના બીજા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ભાવભુમી પાર્ટીપ્લોટ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ હતી તેમજ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, તેમજ તમામ શ્રેણીના આગેવાનો-કાર્યકરો તેમજ ઉમેદવારો, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હાલ મહાનગરપાલિકાની ચુંટણીમાં જે જનાદેશ મળ્યો છે તેમજ લોકોએ કોંગ્રેસ પક્ષ ઉપર ભરોસો મુક્યો છે અને પક્ષને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ હતાશ કે નિરાશ થયા વગર જ લોકોપયોગી કામો કરવા તેમજ લોક પ્રશ્નોને વાચા આપવા ખડેપગે રહેવા અને ચૂંટાયેલા કોર્પોરેટર કરતા પણ વધુ કામ કરવા કોંગ્રેસ પક્ષના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કોલ આપ્યો હતો તેમજ વધુમાં વધુ લોકોના કામ કરવા તેવી હાકલ કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઈ સોરા, નાથાભાઈ કિયાડા, ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, મેઘજીભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સભાયા, અશોકસિંહ વાઘેલા, જીજ્ઞેશ જોશી, સુરેશભાઈ બથવાર, રાજદીપસિંહ જાડેજા, મુલેશભાઈ ચાવડા, જયપાલસિંહ રાઠોડ, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, અરવિંદભાઈ ભેસાણીયા, વસંતબેન માલવી, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, રસીલાબેન સુરેશભાઈ ગરેયા, ગાયત્રીબેન રસિકભાઈ ભટ્ટ, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, મનોજ ગેડિયા, ડો.અમિત ભટ્ટ, દુશ્યન્તભાઈ ગોહેલ, સલીમભાઈ કારીયાણી, યુસુફભાઈ સોપારી, તુષારભાઈ દવે, ગોરધનભાઈ મોરવાડિયા, કેતનભાઈ જરીયા, દિનેશભાઈ પટોળીયા, કેતન તાળા, જગદીશભાઈ સખીયા, બીજલ ચાવડીયા, નારણભાઈ હીરપરા, દાનાભાઈ હુંબલ, હરપાલસિંહ, હરદીપ પરમાર, આશિષસિંહ વાઢેર, રામભાઈ જીલરીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, હર્ષદભાઈ વઘેરા, અંકુર માવાણી, અમિતભાઈ રવાણી વગેરે હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement