ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસની જુગારીઓ પર ધોંસ: 3 દરોડામાં 19 પતાપ્રેમી રૂા.2.13 લાખ સાથે ઝબ્બે

03 March 2021 05:53 PM
Rajkot Crime
  • ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસની જુગારીઓ પર ધોંસ: 3 દરોડામાં 19 પતાપ્રેમી રૂા.2.13 લાખ સાથે ઝબ્બે

આરામ હરામ છે, કર્મનિષ્ઠા જ મહાન છે : ગોંડલ રોડના આંબેડકરનગર અને રંગોલી પાર્ક કોલોનીમાં ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી: કાલાવડ રોડ પર તાલુકા પોલીસે દરોડો પાડયો

રાજકોટ તા.3
રાજયમાં મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલૂકા પંચાયત અને નગરપાલીકાઓની ચૂંટણી પૂર્ણ થઈ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન પોલીસે ભારે મહેનત સાથે ફરજ નિભાવી, રાજકોટ પોલીસ માટે આરામ જાણે હરામ હોય તેમ ચૂંટણી પૂર્ણ થતાં જ ગઈકાલે જુગારના ત્રણ અડ્ડા પર દરોડા પાડયા હતા. કાલાવડ રોડ, રંગોલી પાર્ક કોલોની, ગોંડલ રોડ પર ગંજીપાના વતી તીનપતીના જુગારની જમાવટ કરીને બેઠેલા 19 પતા પ્રેમીઓને પોલીસે દબોચી લીધા હતા અને રૂા.2,13,690 ની મોટી રકમ કબ્જે કરી હતી.

ક્રાઈમ બ્રાંચ પીઆઈ વી.કે.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.બી.જોગરાણા એએસઆઈ બી.આર ગઢવી, સી.એમ.ચાવડા વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળતાં ગોંડલ રોડ, એસટી વર્કશોપ, પાછળ આવેલી આંબેડકરનગર શેરી નં.10 ના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જયાં જુગાર રમતા નરેન્દ્ર પ્રેમજી પરમાર ઉ.વ.37, વિનસ કારા બથવાર ઉ.વ.42, દીલીપ મોતી સોલંકી ઉ.વ.39, દિપક મનસુખ ચાવડા ઉ.વ.35, શાંતુ રઘુ તકમરીયા ઉ.વ.57, જીતેન્દ્ર પ્રવિણ વઘેરા ઉ.વ.25, મનસુખ હીરા વોરા ઉ.વ.58, અને કેશવજી ડાયા ચાવડા ઉ.વ.60 ને દબોચી લઈ રૂા.1,21,000 ની રોકડ રકમ કબ્જે કરી હતી.

પીએસઆઈ એમ.વી.રબારી, એએસઆઈ જયુભા પરમાર, હેડ કોન્સ પ્રતાપસિંહ ઝાલા, એભલભાઈ બટાલીયા વગેરેને બાતમી મળતાં કાલાવડ રોડ પર નવા 150 ફૂટ રીંગરોડની ચોકડી પાસે કોસ્મો સિનેમા સામે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના દિનદયાળ નગર રંગોલી પાર્ક, કોલોનીનાં કવાર્ટરમાં દરોડો પાડયો હતો જયાં કવાર્ટરમાં જુગાર રમતા અમરજીતસિંહ કીરીટસિંહ જાડેજા ઉ.વ.42, મહેન્દ્ર છગન ઢોલરીયા ઉ.વ.52, મુકેશ પ્યારઅલી ભામાણી ઉ.વ.56, સતીષ ત્રીભુવનદાસ દાણીધારીયા ઉ.વ.39, કિશોર ઉકા રામાણી, ઉ.વ.57, સિરાજ અબ્દુલ રહીમ ભામાણી ઉ.વ.38, અશોક ભુદર કલોલા ઉ.વ.36 ને ઝડપી લઈ રૂા.80,600 ની રોકડ કબ્જે કરી હતી.

બન્ને દરોડા અંગે ડીસીબી પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા પોલીસના પીઆઈ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.ડી.ડામોર, અને તેની ટીમ ફરજ પર હતી ત્યારે બાતમી મળતાં કાલાવડ રોડ, જડૂસ હોટેલ પાછળ મચ્છીબજારવાળી શેરીમાં વોકળાના ખુલ્લા મેદાનમાં દરોડો પાડી ત્યાં જાહેરમાં જુગાર રમતાં દીલા ઉમર સાડમીયા ઉ.વ.35, ગોરધન જકશી ઉ.વ.22, રમેશ કરશન સાડમીયા ઉ.વ.20 ને ઝડપી લઈ રૂા.12,090 ની રોકડ રકમ કબ્જે કરી હતી.


Related News

Loading...
Advertisement