રાજકોટ તા.3
ભકિતનગર પોલીસે દારૂના બે ગુનામાં ત્રણેક માસથી ફરાર રફીક ઉર્ફે ડાડીયો અનવર મોદી (રહે.જંગલેશ્ર્વર શેરી નં.18)ને જંગલેશ્ર્વરના ખ્વાજા એપાર્ટમેન્ટ નજીકથી દબોચી લીધો હતો. આરોપી પીધેલી હાલતમાં હોવાથી તેનો અલગથી ગુનો નોંધાયો છે. આરોપી સામે અગાઉ ત્રણ માસ પહેલા અને એક માસ પહેલ બે દારૂના ગુના ડીસીબી પોલીસ મથકે નોંધાયા હતા. જેમાં તે ફરાર હતો.