41 કિલો ગાંજા સાથે ઝડપાયેલા બંને આરોપીના 7 દિવસના રીમાન્ડ મંજૂર

03 March 2021 05:50 PM
Rajkot Crime
  • 41 કિલો ગાંજા સાથે ઝડપાયેલા  બંને આરોપીના 7 દિવસના રીમાન્ડ મંજૂર

રાજકોટ તા.3
શહેર એસઓજીની ટીમે અમદાવાદ-રાજકોટ હાઇવે પર એક કારનો 10 કિ.મી. સુધી પીછો કરી ક્રિષ્ના વોટર પાર્ક નજીકથી 41 કિલો ગાંજા સાથે 2 શખ્સોને દબોચી લીધા હતા. આ દરમિયાન આરોપીઓની કાર હાઇવે પર પલ્ટી મારી ગઇ હતી. જેમાં એક રાહદારીને ઇજા પણ થઇ હતી. જો કે બંને આરોપી કાદર અનવર પઠાણ (ઉ.વ.21, રહે.ભગવતીપરા, નદી કાંઠે) અને ચેતન ચમન સાપરીયા (ઉ.વ.23, રહે.કાલાવડ રોડ, રાણી ટાવર પાછળ આવાસ યોજના કવાર્ટર)નો આબાદ બચાવ થયો હતો. આરોપીઓનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ક્રાઇમ બ્રાંચને સોંપાયા હતા. આ મામલે વધુ તપાસ કરતા પીએસઆઇ પી.બી.જેબલીયાએ આજે બંને આરોપીઓના રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાંરજૂ કરતા કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.


Related News

Loading...
Advertisement