રાજકોટ તા.3
કોઠારીયા સોલવન્ટનાં મચ્છોનગરમાં રહેતા સંગીતાબેન ભાવેશભાઇ ગૌસ્વામી (ઉ.વ.24) નામના બાવાજી પરિણીતા રાત્રીનાં સમયે ઘર પાસેની બેકરીએ હતા ત્યારે દુકાનદારે ઝઘડો કરી પાઇપ વડે માર મારતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતાં. આ અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં હુડકો ચોકડી પાસે રહેતા પરેશભાઇ રજુભાઇ ગુંડીયા (ઉ.વ.19) નામનો યુવાન ખોખડદળ નદીનાં પુલ પાસે હતો ત્યારે અજાણ્યા માણસોએ છરી વડે ગળા અને હાથનાં ભાગે ઇજા થતાં તેને સારવાર અર્થે 108 મારફતે સિવિલમાં ખસેડાયા છે.