બજેટમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે રૂા.563 કરોડની જંગી જોગવાઇ

03 March 2021 05:48 PM
Gujarat budget
  • બજેટમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે રૂા.563 કરોડની જંગી જોગવાઇ

સાબરકાંઠા જિલ્લામાં સાયન્સ પાર્ક વિકસાવવા આયોજન

ગાંધીનગર તા. 3 : બજેટમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે કુલ રૂા.563 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.નાગરીકોને જીલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાપ્ત થતી નાગરીકલક્ષી સેવાઓ પોતાના ગામમાં જ મળી રહે એ હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ડીજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ છે. આ નવતર કાર્યક્રમ થકી પપ જેટલી વીવીધ સેવાઓનો લાભ 9112 ગામડાઓમાં ત્રીસ લાખથી વધારે લોકોને આપવામાં આવેલ છે. આ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે રૂ.16 કરોડની જોગવાઇ.


ભારતનેટ પ્રોજેકટ હેઠળ ફેઇઝ-વનમાં અત્યાર સુધી રાજયની 6460 ગ્રામપંચાયતોને હાઇ બેન્ડવીથ પુરી પાડવાની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. ફેઇઝ-ટુમાં વધુ 7522 ગ્રામ પંચાયતોને કનેકટીવીટી પુરી પાડવા માટે રૂ.154 કરોડની જોગવાઇ.સાયન્સ સીટી ખાતે ફેઝ-1 પ્રોજેકટ અંતર્ગત આઇમેકસ થિયેટર, મ્યુઝીકલ ફાઉન્ટેન અને કેફેટેરીયાના નવીનીકરણ માટે તથા ફેઝ-ર પ્રોજેકટ હેઠળ એકવેટિક અને રોબોટિકસ ગેલેરી તથા એસ્ટ્રોનોમિ અને સ્પેસ સાયન્સ ગેલેરીનાં બાંધકામ માટે રૂ.80 કરોડની જોગવાઇ.


રાજય સરકાર દ્વારા આપવામાં આવતી ઓન-લાઇન સેવા સંદર્ભે ડેટા રીકવરી સેન્ટરની સ્થાપના માટે રૂ.65 કરોડની જોગવાઇ.બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલતા સંશોધનથી ઉધોગ, પર્યાવરણ, મરીન અને જીનોમ જેવા ક્ષેત્રોને લાભ મળે તે હેતુથી સ્ટેટ ઓફ ધ આર્ટ બાયોસેફટી-લેવલ 3ની લેબની સ્થાપના માટે રૂ.ર કરોડની જોગવાઇ.સાબરકાંઠા જીલ્લાના સલાલ ગામમાંથી પસાર થતા કર્કવૃતના ભૌગોલિક મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિસાવવામાં આવશે.


Related News

Loading...
Advertisement