કેવડિયા આસપાસ કમલમ્ (ડ્રેગન ફ્રૂટ)ના 2 લાખ રોપાનું કરાશે વાવેતર

03 March 2021 05:47 PM
Gujarat
  • કેવડિયા આસપાસ કમલમ્ (ડ્રેગન ફ્રૂટ)ના 2 લાખ રોપાનું કરાશે વાવેતર

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કમલમ્ (ડ્રેગન ફ્રૂટ)ના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુ 50 કિલોમીટરની ત્રીજયામાં કમલમ્નું વાવેતર તેમજ જાળવણી માટે રૂા.15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યરે રાજ્યના દરિયાકાંઠે આવેલા ચેરના જંગલોનો વિકાસ, ઘાસના મેદાનો, જળપ્લાવિત વિસ્તારો અને જંગલોની પુન: સ્થાપના કરવા 21 જિલ્લાઓમાં કુલ 9 વષના સમયગાળા માટે 1072 કરોડની જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જાયકા) સહાયિત યોજનાના પ્રથમ વર્ષ માટે 15 કરોડ, રોજગારીની તક ઉભી કરવા અને વાંસની ઉપલબ્ધતા વધારવાના હેતુથી પૂર્વ પટ્ટીના 14 જિલ્લાઓના વનોમાં વાંસઝુંડની વૈજ્ઞાનિક ઢબે માવજત કરી ઉત્પાદકતા વધારવા તેમજ આજીવિકાપૂતિ માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના માટે રૂા.12 કરોડની ફાળવણી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement