ગાંધીનગરમાં ગિફટ સીટી કંપનીમાં મૂડી રોકાણ માટે રૂા.100 કરોડની જોગવાઈ

03 March 2021 05:45 PM
Gujarat budget
  • ગાંધીનગરમાં ગિફટ સીટી કંપનીમાં મૂડી રોકાણ માટે રૂા.100 કરોડની જોગવાઈ

ગિફટ સીટીમાં 220થી વધુ કંપનીઓ કાર્યરત થવાથી 12000થી વધુ યુવાનોને રોજગારી

ગાંધીનગર તા.3
બજેટમાં ગાંધીનગર ખાતેના ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીના ગિફટ સીટી કંપનીમાં મૂડી રોકાણ માટે રૂા.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ તકે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે વૈશ્વિક કક્ષાનું નાણાકીય કેન્દ્ર ગીફટ સીટી- ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટીમાં દેશમાં પ્રથમ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોજના રૂા.1 લાખ કરોડથી વધુ રકમના આંતરરાષ્ટ્રીય સોદાઓનું ટ્રેડીંગ થાય છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગીફટ સીટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની બેન્કો, ઈુસ્યોરન્સ કંપનીઓ, ફાયનાન્સ કંપનીઓ જેવી 220થી વધારે કંપનીઓ કાર્યરત થઈ છે. જેના માધ્યમથી અંદાજે 12000 યુવાનોને રોજગારી મળી છે. ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (બ્રીકસ)ના પ્રથમ ક્ષેત્રીય કાર્યાલયની સ્થાપના પણ ગીફટ સીટીમાં કરવામાં આવી છે.નીતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગીફટ સીટી આઈએફએસસીમાં કાર્યરત સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ અપાઈ છે. જેથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ગીફટ સીટીમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ કરાશે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થશે.


Related News

Loading...
Advertisement