માત્ર ક્રિકેટ નહિં કબડ્ડી, ખોખો, ફૂટબોલ જેવી અન્ય રમતોને પ્રોત્સાહન આપવા ગામડાઓમાં મેદાન બનશે

03 March 2021 05:43 PM
Ahmedabad Gujarat Gujarat budget
  • માત્ર ક્રિકેટ નહિં કબડ્ડી, ખોખો, ફૂટબોલ જેવી અન્ય રમતોને પ્રોત્સાહન આપવા ગામડાઓમાં મેદાન બનશે

રાજયના 6 હજાર ગામડાઓમાં મેદાનો માટે રૂા.30 કરોડની જોગવાઈ

ગાંધીનગર તા.3
બજેટમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં વિભાગ માટે કુલ 507 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ યુવાનો ખેલ પ્રવૃતિમાં ભાગ લેતા થાય તે હેતુથી 6 હજાર ગામડાઓમાં બાસ્કેટ બોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, ફૂટબોલ, એથ્લેટીક રમતો માટે મેદાન તૈયાર કરવા રૂા.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ખેલકુદ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાને સઘન તાલીમ મળી રહે તે માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ માટે રૂા.27 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી પોતપોતાનાં રજવાડાને ભારત દેશમાં વિલીન કરનાર રાજવીઓનો ઐતિહાસીક વારસો દર્શાવતા અત્યાધૂનિક સંગ્રહાલયનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે નિર્માણ કરવા રૂા.25 કરોડની જોગવાઈ કરાઈ છે.


Related News

Loading...
Advertisement