વેકસીન લેવા ‘વડીલો’માં ઉત્સાહ : આજે પણ બપોર સુધીમાં 2178 ડોઝ અપાઇ ગયા

03 March 2021 05:42 PM
Rajkot
  • વેકસીન લેવા ‘વડીલો’માં ઉત્સાહ : આજે પણ બપોર સુધીમાં 2178 ડોઝ અપાઇ ગયા

મહાનગરમાં આજે બપોર સુધીમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા : ગઇકાલે 3851 નાગરિકે રસી લીધી : ધીમા સોફટવેરના કારણે લાગતી લાઇનો

રાજકોટ, તા. 3
શહેરમાં વેકસીનેશનના બીજા તબકકમાં વડીલો અને કો-મોર્બીડ દર્દીઓમાં પણ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ગઇકાલે વધુ 3851 અને આજે બપોર સુધીમાં 2178 લોકોએ ડોઝ લીધાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અમુક આરોગ્ય કેન્દ્રો અને કેટલાક ખાનગી દવાખાનામાં સર્વર અને કોવિન સોફટવેર ધીમો ચાલતો હોય ટોકન સાથે વેઇટીંગ પણ વધી રહ્યા છે. શહેરમાં આજે 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલોમ એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબકકમાં 129, પ્રથમ તબકકાના બીજા ડોઝમાં 397, 60 વર્ષથી મોટી ઉંમરના 1483 અને 45 થી 59 વર્ષના કોર્મોર્બીડીટી ધરાવતા 169 લોકો સહિત કુલ 2178 નાગરિકોએ રસી લીધી હતી

જયારે ગઇકાલે કોરોના સામેની રસીકરણમાં પ્રથમ તબકકામાં 254, પ્રથમ તબકકાના બીજા ડોઝમાં 851, 60 વર્ષથી મોટી ઉંમરના 2432 અને 45 થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા 314 લોકો સહિત કુલ 3851 નાગરિકોએ રસી લીધી હતી.

નવા કેસ
શહેરમાં ગઇકાલે તા.2ના રોજ કુલ 1348 કોરોના ટેસ્ટ કરવામાં આવતા 3.34 ટકા એટલે કે 45 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જયારે 30 દર્દીને રજા આપવામાં આવી હતી.
રાજકોટમાં આજે બપોર સુધીમાં 18 સહિત કુલ દર્દીઓનો આંકડો 16276 થયો છે. તો 97.77 ટકા એટલે કે 15896 દર્દી સ્વસ્થ થઇને ઘરે ગયા છે. આજ સુધીમાં 599166 ટેસ્ટ કરાતા સરેરાશ પોઝીટીવીટી રેટ 2.71 ટકા છે.


Related News

Loading...
Advertisement