પંચાયતોમાં કોમ્પ્યુટર અને હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેકટીવીટી માટે રૂા.30 કરોડ

03 March 2021 05:40 PM
Gujarat budget
  • પંચાયતોમાં કોમ્પ્યુટર અને હાઈસ્પીડ
ઈન્ટરનેટ કનેકટીવીટી માટે રૂા.30 કરોડ

ગામડામાં રસ્તા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સહીત પ્રાથમિક સુવિધા માટે રૂા.2385 કરોડની જોગવાઈ

ગાંધીનગર તા.3
રાજય સરકારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂા.8793 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે.સરકારે રાજયનાં દરેક ગામડામાં માળખાગત સુવિધાનો વિકાસ હાથ ધરેલ છે જે મુજબ ગામમાં પીવાનું શુધ્ધ પાણી મળે, ગામમાં પાકી ગટર વ્યવસ્થા તેમજ પ્રવાહી અને ઘન કચરાનાં નિકાલની યોગ્ય વ્યવસ્થા અને ગામ ગામ ઈન્ટરનેટની વ્યવસ્થા માટે રાજય આગળ વધી રહ્યું છે.
ગ્રામીણ સ્થાનિક સ્વરાજ સંસ્થા દ્વારા રસ્તા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા આરોગ્ય અને શિક્ષણની પ્રાથમીક વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા 15 માં નાણાપંચ અંતર્ગત રૂા.2385 કરોડની જોગવાઈ કરાઈ છે.


આ ઉપરાંત 2022 સુધીમાં સૌને આવાસનાં ઉદેશ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1 લાખ નવા આવાસો બાંધવામાં આવશે. જેના માટે રૂા.1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત ડોર ટુ ડોર કલેકશન દ્વારા ધન કચરો એકત્ર કરવા માટે રૂા.175 કરોડ, ગ્રામ પંચાયતોને જરૂરી કોમ્પ્યુટર વ્યવસ્થા અને હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેકટીવીટી પુરી પાડવા રૂા.90 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રૂા.800 કરોડ મહિલાઓનાં સશકિતકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (આજીવિકા) અંતર્ગત રૂા.300 કરોડની જોગવાઈ કરાઈ છે તો મહિલા સ્વસહાય જુથોને શુન્ય વ્યાજ દરે ધિરાણ મળી શકે તે ઉદેશથી વ્યાજ સહાય માટે રૂા.18 કરોડની જોગવાઈ કરાઈ છે.


Related News

Loading...
Advertisement