કર્ણાટકના મંત્રીની સેકસ સીડીથી હલચલ : રાજીનામુ આપવું પડયું

03 March 2021 05:39 PM
India
  • કર્ણાટકના મંત્રીની સેકસ સીડીથી હલચલ : રાજીનામુ આપવું પડયું

નોકરી આપવાના બહાને યૌન શોષણનો આરોપ

બેંગ્લોર, તા. 3
કર્ણાટકના રાજકારણમાં સેકસ સીડીએ હલચલ મચાવી દીધી છે. એક મહિલા સાથે દેખાયેલા મનાતા જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલીએ પદ પરથી રાજીનામુ આપવું પડયું છે. સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ સીડી જાહેર કરી પ્રધાને નોકરી આપવાના બહાને મહિલાનું યૌન શોષણ કર્યાનો આરોપ મુકયો હતો. જોકે મંત્રીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ આરોપમાં કોઇ તથ્ય નથી અને નિષ્પક્ષ તપાસ માટે આ પદ છોડયુ છે. આ એક રાજકીય કાવતરૂ છે. તેમને વિષયની કોઇ ખબર નથી. કોંગ્રેસે રાજીનામાની માંગણી સાથે ધરણા કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ રાજીનામુ માંગી પોલીસ કેસની માંગણી કરી હતી. તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ સાચુ હોય તો શરમજનક છે નેતાઓએ નૈતિકરૂપે સારૂ બનવું જોઇએ. ગૃહમંત્રી બી.બોમ્બઇએ કહ્યુ: ફરીયાદના આધારે કાર્યવાહી ચાલુ છે. મંત્રી અંગે અમારી પાર્ટી નિર્ણય લેશે.


Related News

Loading...
Advertisement