ગાંધીનગર: આજે વિધાનસભામાં ફોરેન્સીક સાયન્સ યુનિ.નાં બજેટ ફાળવણી સાથે ભાજપના ધારાસભ્ય પિયુષ દેસાઈએ એવુ નિવેદન કર્યું કે કોંગ્રેસનાં સભ્યોનો જો સાયકોલોજીકલ ટેસ્ટ કરાવીએ તો શું નીકળે!આ તકે અધ્યક્ષે ટકોર કરી કે આવા પ્રશ્નનો જવાબ શકય નથી.જોકે પ્રદિપસિંહ જાડેજાએ હાસ્યની છોળ વચ્ચે કહ્યું કે જે રીતે રાજયમાં ભાજપને પ્રચંડ વિજય મળ્યો છે તેથી હવે કોંગ્રેસનાં લોકોનો સાયકોલોજીકલ ટેસ્ટ કરાવો તો રાજીનામાં જ નિકળે! આ જવાબથી ગૃહમાં જબરૂ હાસ્યનું મોજુ ફેલાયુ હતું અને કોંગ્રેસનાં સભ્યો, પણ હાસ્ય રોકી શકયા ન હતા.