શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયની આવતીકાલે 13મી સાલગીરી : સત્તરભેદી પૂજા-ધ્વજારોહણ

03 March 2021 05:32 PM
Rajkot
  • શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયની આવતીકાલે 13મી સાલગીરી : સત્તરભેદી પૂજા-ધ્વજારોહણ

જિનશાસન પ્રભાવક આ.શ્રી જયશેખરસૂરીજી મ. પ્રેરીત

રાજકોટ, તા. 3
જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ. શ્રી જયશેખરસૂરીજી મહારાજ પ્રેરીત શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (શાસ્ત્રીનગર) ની આવતીકાલ તા. 4થીના ગુરૂવારે તેરમી સાલગીરી ધર્મોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શાસ્ત્રીનગરમાં આવેલ શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં સવારે છ વાગે સત્તરભેદી પૂજા જય પારસધામના મહિલા મંડળ દ્વારા ભણાવાશે. જેનો લાભ ગજરાબેન કાંતિલાલ શાહ (હસ્તે કલ્પનાબેન પડધરી) પરિવારે લીધો છે.

ધજાની શોભાયાત્રા
કાલે સવારે 6.4પ કલાકે ધજાની શોભાયાત્રા શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયની શરૂ થશે. પ્રદક્ષિણા પૂર્ણ કરી જિનાલય પરત ફરશે. જેમાં ધજાના તમામ લાભાર્થી પરિવાર સકળ સંઘ સાથે જોડાશે. જિનાલયની 14મી સાલગીરીની ધજાના આદેશો ધજાની વિધિ દરમ્યાન ઉછામણીથી આપવામાં આવશે. ધજાની વિધિનો પ્રારંભ સવારે 7.30 કલાકે અને ધજા ચઢાવવાનું શુભ મુહૂર્ત સવારના 7.46નું છે. વિધિકાર તરીકે પ્રકાશભાઇ દોશી પધારશે.

મુળનાયકના શિખરની ધજાના લાભાર્થી ગજરાબેન કાંતિલાલ શાહ પરિવાર, રંગ મંડપની ધજાના લાભાર્થી મૃદુલાબેન લક્ષ્મીચંદ શાહ (હ. ઇન્દીરાબેન), ચોકીયારાની ધજાના લાભાર્થી નયનાબેન અશોકભાઇ પારેખ (હ. જય-ખુશી) પરિવાર, શ્રી માણિભદ્રવીરની દેરીની ધજાના લાભાર્થી પદ્માબેન ચમનલાલ શાહ (હ. કાજલબેન), શ્રી ઘંટાકર્ણવીરની દેરીની ધજાના લાભાર્થી હીરાબેન લક્ષ્મીચંદ શાહ પરિવાર, શ્રી અંબિકા માતાજીની દેરીની ધજાના લાભાર્થી જયશ્રીબેન તનસુખભાઇ સંઘવી (હસ્તે વર્ધમાન, ટવીંકલ, એન્જલ, ગોંડલવાળા) પરિવાર છે. જિનાલયમાં દેવ-દેવીના શણગારના લાભાર્થી હીનાબેન રાજેન્દ્રભાઇ બાટવીયા તથા નયનાબેન અશોકભાઇ પારેખ, બીનાબેન વિપીનભાઇ મહેતા પરિવાર છે.


Related News

Loading...
Advertisement