કાલે સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન : પ્રભાવ-ઉપાય

03 March 2021 05:30 PM
Rajkot
  • કાલે સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન : પ્રભાવ-ઉપાય

રાજકોટ, તા. 3
સમસ્ત ગ્રહોનો રાજા સૂર્યદેવ આવતીકાલ તા.4થીના ગુરૂવારે સાંજે 6 વાગે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તા.17મી માર્ચના મોડી રાત ર.ર1 કલાક સુધી રહેેશે. સૂર્યદેવના પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરવાથી વિભિન્ન નક્ષત્રોમાં જન્મેલા જાતકો પર આ ગોચરનો શુભ-અશુભ પ્રભાવ પડશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી તેનો પ્રભાવ અને ઉપાય પ્રસ્તુત છે.

જયોતિષીય ગણના અનુસાર આ અવધિમાં જન્મેલા જાતકોનો જન્મ પૂર્વભાદ્રપદ, ઉતર ભાદ્રપદ કે રેવતી નક્ષત્રમાં થયો હોય તે જાતકોને આ મહિનાની તા.17 સુધી આગ અને વિજળીથી સંબંધિત ચીજોથી બચીને રહેવું સલાહભર્યુ છે. સૂર્યદેવના અશુભ પ્રભાવોથી બચવા માટે રોજ સૂર્યોદયના સમયે સૂર્યદેવને જળ ચઢાવવું ઉપરોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર સ, દ કે ચ છે.

જે જાતકોનો જન્મ અશ્ર્વિની, ભરણી, કૃતિકા કે રોહિણી નક્ષત્રમાં થયો છે તેમણે તા.17 માર્ચ સુધી જીંદગી થંભી ગયાનો આભાસ થાય, વેપારમાં અડચણ આવે, સૂર્યદેવના અશુભ પ્રભાવથી બચવા માટે રવિવારના દિવસે નારંગી વસ્ત્ર ધારણ કરવું ઉપરોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર ચ,લ,અ.ઇ.ઉ.એ કે વ હોય.જે લોકોનો જન્મ મૃગશીષ, આદ્રા, પુનર્વસુ કે પુષ્ય નક્ષત્રમાં થયો છે તે જાતકોના જીવનમાં સ્થિરતા બની રહેશે.

તા.17મી માર્ચ સુધી બદલાવનો સામનો કરવો નહિ પડે સૂર્યદેવના આ શુભ ફળ મેળવવા માટે વાનરોને ચણા ખવડાવવા, ઉપરોકત નક્ષત્રમાં જન્મ જાતકોના નામના પહેલા અક્ષર છે વ, ક, ઘ, હ કે ડ. જે જાતકોના જન્મ આશ્ર્લેષા, મઘા કે પૂર્વફાલ્ગુની નક્ષત્રમાં થયો છે તેમને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. આ અવધિમાં લક્ષ્મીની કૃપા રહેશે. શુભ ફળોની પ્રાપ્તિ માટે કાળા રંગની ગાયની સેવા કરવી. ઉપરોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર ડ, મ, કે ટ છે.

જે જાતકોનો જન્મ ઉત્તર ફાલ્ગુની, હસ્ત, ચિત્રા કે સ્વાતિ નક્ષત્રમાં થયો છે તેમને તા.17 સુધીમાં લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે. ભરપુર ફાયદો મળે. શુભ ફળ મેળવવા માટે પોતાના મોટા ભાઇનો સહયોગ કરવો. ઉપરોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર પ, ર કે ત છે. જે લોકોનો જન્મ વિશાખા, અનુરાધા કે જયેષ્ઠા નક્ષત્રમાં થયો છે. આ સમયગાળા દરમ્યાન તેમને કેટલીક પરેશાનીનો સામનો કરવો પડે.

ઘરના મોભીની તબિયત બગડવાની સંભાવના છે. અશુભ પ્રભાવથી બચવા માટે સફેદ કે સરબતી રંગની ટોપી કે પાઘડીથી પોતાનું મસ્તક ઢાકવુ ઉપરોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર ય, ત કે ન છે. મુળ, પૂર્વાષાઢા, ઉતરષાઢા કે શ્રવણ નક્ષત્રમાં જન્મેલા જાતકોને આ સમયગાળા દરમ્યાન કેટલીક સાવધાની રાખવાની આવશ્યકતા છે. આર્થિક પ્રશ્ર્નો માટે ઠીક નથી.

સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે પોતાના ઘરના વડીલની સેવા કરવી. ઉપરોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર ય, ભ, ધ, ફ, કે ખ છે. જે જાતકોનો જન્મ ધનિષ્ઠા કે શતભિષા નક્ષત્રમાં થયો છે તેમણે આ અવધિમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સૂર્યદેવના અશુભ ફળોથી બચવા માટે અને શુભ ફળોની પ્રાપ્તિ માટે મંદિરમાં ગોળ-ચણાનું દાન આપવું ઉ5રોકત નક્ષત્રમાં જન્મેલા જાતકોના નામનો પ્રથમ અક્ષર ગ કે સ છે.


Related News

Loading...
Advertisement