રાજકોટ ઝોન-1 ના ડીસીપી પ્રવીણકુમારે UPSCના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ

03 March 2021 05:27 PM
Rajkot
  • રાજકોટ ઝોન-1 ના ડીસીપી પ્રવીણકુમારે UPSCના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ

રાજકોટ તા. 3 : ગુજરાતીઓ માત્ર આઇએએસ/આઇપીએસ ઓફીસર બને એ માટે SU-JIO UPSC ભવન અંતર્ગત દર મહિને વિધાર્થીઓ માટે માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ માર્ગદર્શક સેમીનાર અંતર્ગત સોશિયલ ડીસ્ટન્સ સાથે કોવીડ 19 ના નીયમોને ધ્યાનમાં રાખી રાજકોટ ઝોન-1 ના ડીસીપી પ્રવીણકુમારનું વિધાર્થીઓ સાથે માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માર્ગદર્શક સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિતિનભાઇ પેથાણી , પ્રો. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેશાણી, સિનિયર સિન્ડીકેટ સભ્ય ડો. ભવિનભાઇ કોઠારી તથા આ યુપીએસસી ભવનના કોર્ડીનેટર તથા સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી ઉ5સ્થિત રહયા હતા. કો. કો.ઓર્ડિનેટર નીલેષભાઇ સોની તથા કો. કો. ઓર્ડિનેટર નિકેશભાઇ શાહ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ માર્ગદર્શક સેમિનારમાં પ્રવીણકુમારે વિધાર્થીઓને ખુબજ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈભવભાઇ શાહ , વૃષભાઇ ગઢવી, શ્રેણિકભાઇ રામાણી, શીતલબેન ગઢવી, ભરતભાઇ સોલંકી, અનીલભાઇ ચૌહાણ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.


Related News

Loading...
Advertisement