રાજકોટ, તા.3
કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં કેટલી જીઆઈડીસી ચાલું છે અને કેટલી બંધ હાલતમાં છે તે અંગેનો પ્રશ્ર્ન પૂછતાં સરકારે જવાબ આપ્યો છે કે રાજ્યમાં અત્યારે 229 જીઆઈડીસી ચાલી રહી છે તો 2114 જીઆઈડીસી બંધ હાલતમાં છે. રાજ્યના કુલ 33 જિલ્લા પૈકી રાજકોટમાં 13 જીઆઈડીસી અત્યારે ચાલી રહી છે અને 134 જીઆઈડીસી બંધ હોવાનો સરકારે લેખિત ઉત્તર આપ્યો છે. આવી જ રીતે પોરબંદરમાં 2 જીઆઈડીસી ચાલું અને 110 બંધ, દેવભૂમિ દ્વારકામાં 4 ચાલું, 11 બંધ, જામનગરમાં 5 ચાલું 24 બંધ, જૂનાગઢમાં 4 ચાલું, 46 બંધ, મોરબીમાં 5 ચાલું, 14 બંધ, ગીર-સોમનાથમાં 5 ચાલું, 39 બંધ, અમરેલીમાં 2 ચાલું, 1 બંધ, ભાવનગરમાં 8 ચાલું, 156 બંધ તેમજ બોટાદમાં 2 ચાલું, 4 જીઆઈડીસી બંધ હાલતમાં હોવાનાો જવાબ સરકારે આપ્યો છે.