રાજકોટના ખનીજચોરો પાસેથી 9.87 કરોડના દંડની વસૂલાત બાકી

03 March 2021 05:23 PM
Rajkot Gujarat
  • રાજકોટના ખનીજચોરો પાસેથી 9.87 કરોડના દંડની વસૂલાત બાકી

કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં ખનીજચોરીના કરવામાં આવેલા કેસ અને તે પૈકી વસૂલાયેલા દંડની બાકી રકમ અંગે પૂછેલા પ્રશ્ર્નનો જવાબમાં આપતાં સરકારે તેનો લેખિત જવાબ આપ્યો છે કે રાજ્યમાં ખનીજચોરી અંગે કરાયેલા કેસ બદલ દંડ સ્વરૂપે કુલ રૂા.1946.58 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે. જ્યારે બે વર્ષથી વસૂલવાની બાકી રકમ રૂા.90770 કરોડ જેવી થવા જાય છે અને બે વર્ષ કરતાં વધુ સમયથી વસૂલવાની થતી બાકી રકમ રૂા.1038.87 કરોડ જેટલી થાય છે. રાજ્યના કુલ 33 જિલ્લાઓ પૈકી રાજકોટના ખનીજચોરો પાસેથી 9 કરોડ 87 લાખ રૂપિયાથી વધૂનો દંડ વસૂલવાનો બાકી છે જ્યારે બે વર્ષ જેટલા સમયથી દંડ વસૂલવાનો બાકી છે તે દંડની રકમ રૂા.8.32 કરોડ જેટલી થવા જાય છે તો બે વર્ષ કરતાં વધુ સમયથી દંડ વસૂલવાનો બાકી છે તે દંડની રકમ 1.54 કરોડથી વધુની થવા જાય છે.


Related News

Loading...
Advertisement