રાજકોટમાંથી બે વર્ષમાં દારૂની 886610 બોટલ પકડાઈ: 149 બૂટલેગર હજુ પણ ફરાર

03 March 2021 05:22 PM
Rajkot Crime
  • રાજકોટમાંથી બે વર્ષમાં દારૂની 886610 બોટલ પકડાઈ: 149 બૂટલેગર હજુ પણ ફરાર

રાજકોટ, તા.3
કોંગ્રેસના ધારાસભ્યએ બે વર્ષની અંદર રાજ્યમાંથી કેટલો દારૂ, કેટલો બિયર, ચરસ-ગાંજો અફીણ સહિતના નશીલા દ્રવ્યો મળ્યા છે અંગે પૂછેલા પ્રશ્ર્નનો જવાબમાં સરકારે કહ્યું છે કે રાજ્યમાં બે વર્ષમાં 1,98,20,12,826 રૂપિયાની કિંમતના 15,58,65,199 વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. આવી જ રીતે 13,18,33,348 રૂપિયાની કિંમતની 41,23,503 બિયરની બોટલ પકડાઈ છે. રાજકોટમાં બે વર્ષની અંદર 13,97,23,705 રૂપિયાની કિંમતની 886610 બોટલ વિદેશી દારૂની પકડાઈ છે તો 490135 રૂપિયાની મિતની 4759 બોટલ બીયરની પકડાઈ છે. જ્યારે અફીણ, ગાંજો, ચરસ, પાસડોડા-પાવડર, હેરોઈન, મેફેડ્રોન સહિતના માદક પદાર્થો 4222414ની સંખ્યામાં પકડાયા છે અને રાજકોટના કુલ 149 બૂટલેગરો હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનો સરકારે લેખિત એકરાર કર્યો છે.


Related News

Loading...
Advertisement