રાજકોટ: અમદાવાદથી મુંબઈ સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેકટ દેશમાં આ પ્રકારનો પ્રથમ હાઈસ્પીડ રેલ કોરીડોર પ્રોજેકટ છે જેની કામગીરી ગુજરાતમા ચાલુ છે અને જાપાન સરકારના સહયોગથી બની રહેલા આ પ્રોજેકટ માટે રાજયના બજેટમાં રૂા.1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ બુલેટટ્રેન પ્રોજેકટ માટે રાજય સરકાર દ્વારા જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે તેના વળતર પેટે ચૂકવવા માટે કરવામાં આવશે. સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેકટ કેન્દ્ર સરકાર હસ્તક ચાલે છે.