રાજકોટ, તા.3
નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે બજેટમાં વન અને પર્યાવરણ માટે અલગથી નોંધપાત્ર રકમની ફાળવણી કરતાં જણાવ્યું હતું કે આ વિભાગ માટે સરકાર દ્વારા રૂા.1814 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને એશિયન સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર રાષ્ટ્રીય ઉદ્યોગન અને અભ્યારણ્ય તેમજ બૃહદ્ ગીર વિસ્તારના જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના મહેસૂલી, વીડી વિસ્તારમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર દ્વારા અમલમાં આવનાર લાયન પ્રોજેક્ટના પ્રથમ વર્ષ માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય તેમજ બૃહદ ગીર વિસ્તારમાં વસતાં સિંહોનો ખોરાક વધારવા માટે પ્રે-બેઝ તૈયાર કરવા સાંભર બ્રિડિંગ સેન્ટર બનાવવાની કામગીરી માટે રૂા.10 કરોડની જોગવાઈ કરવામાં આવશે. આવી જ રીતે રાજ્યના આવેલા વનોના વિકાસ માટે સંવર્ધન હેતુસર રૂા.286 કરોડ, વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂા.219 કરોડ, વન્ય પ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 176 કરોડ, ઘાસ અને વાંસના વિકાસ સૂત્ર સાથે કચ્છ ઘાસચારા સ્વાવલંબન યોજના અંતર્ગત 2440 હેક્ટર ઘાસીયા મેદાનોને પુન:જીવિત કરી ઘાસ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ઘાસ ગોડાઉન બાંધકામ માટે રૂા.17 કરોડ