ગાંધીનગર તા.3
કેન્દ્ર સરકારના પેપરલેસ બજેટ બાદ ગુજરાત દેશનું પ્રથમ એવુ રાજય બન્યુ છે જેણે પેપરલેસ બજેટ જાહેર કર્યું છે.આ ઉપરાંત એપ્લીકેશન પર બજેટ લાઈવ હતું. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અગાઉ બજેટ પેપર પર રજુ થતા હતા તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ પેપરલેસ જાહેર કર્યું હતું તે ડીઝીટલ યુગનું દેશનું પ્રથમ પેપરલેસ બજેટ હતું ત્યારબાદ દેશમાં ગુજરાત એવુ પ્રથમ રાજય બન્યુ છે જેણે પેપરલેસ બજેટ જાહેર કર્યુ હોય. આ બજેટ એપ્લીકેશન પર પણ લાઈવ હતું આ એપમાં અગાઉનાં બજેટની સાથે સાથે નવી માહીતી પણ અપડેટ કરાઈ છે.