પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીનાં સર્વગ્રાહી વિકાસ માટે રૂા.5 કરોડની જોગવાઈ

03 March 2021 05:17 PM
Gujarat budget
  • પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીનાં સર્વગ્રાહી વિકાસ માટે રૂા.5 કરોડની જોગવાઈ

ગાંધીનગર તા.3
આજે રાજય સરકારે જાહેર કરેલ અંદાજપત્રમાં પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીનાં વિકાસ માટે રૂા.5 કરોડની જોગવાઈ કરી છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીનાં સર્વગ્રાહી વિકાસ માટે એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરેલ છે. આ ઓથોરીટી દ્વારા અંબાજી દેવસ્થાન વિસ્તારનાં નકશાઓ બનાવી આયોજનબદ્ધ રીતે અનેકવિધ કામો હાથ ધરવામાં આવશે જે માટે રૂા.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement