શિક્ષણ વિભાગ માટે 32719 કરોડ ફાળવાયા : ત્રણ લાખ છાત્રોને ટેબલેટ અપાશે

03 March 2021 05:10 PM
Education Gujarat Gujarat budget
  • શિક્ષણ વિભાગ માટે 32719 કરોડ ફાળવાયા : ત્રણ લાખ છાત્રોને ટેબલેટ અપાશે

3400 શાળાઓને 1207 કરોડના ખર્ચે જરૂરી તમામ સુવિધાઓથી કરાશે સજ્જ:45 લાખ બાળકોના મઘ્યાહન ભોજન અન્ન સંગમ યોજના માટે 1044 કરોડની જોગવાઇ:ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં છાત્રોને શિષ્યવૃતિ સહાયરૂપે 287 કરોડની રાહત અપાશે:11 લાખથી વધુ વિદ્યાર્થીઓના એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની ફાળવણી:ઐતિહાસિક મહત્વ ધરાવતી શાળાઓનું 25 કરોડના ખર્ચે થશે નવીનીકરણ:વિવિધ યુનિ.ઓમાં પીએચડી ડીગ્રી માટે સંશોધન કરતા સંશોધકો માટે ફાળવાતા 20 કરોડ

ગાંધીનગર તા.3
રાજયના નાણામંત્રી નીતિનભાઇ પટેલએ આજે ગુજરાત સરકારના વર્ષ 2021-22ના રજૂ કરેલા અંદાજપત્રમાં શિક્ષણ વિભાગ દ્વારા કુલ 32.719 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.શિક્ષણએ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ પઘ્ધતિમાં આગામી સમયની જરૂરીયાત ઘ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પઘ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા લેવાયા છે.


બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂા.1207 કરોડનું આયોજન કરાયેલ છે. તેમજ ધો.1 થી 8ના આશરે 4પ લાખ બાળકોને મઘ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂા.1044 કરોડની જોગવાઇ તેમજ રાઇટ-ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂા.567 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃતિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂા.287 કરોડ ફાળવવામાં આવેલ છે.11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ ક્ધસેશન માટે રૂા.205 કરોડ તેમજ કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂા.200 કરોડ, હયાત નિવાસી શાળાઓ જેવી કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઉભી કરવાની યોજના માટે રૂા.80 કરોડ ફાળવવામાં આવેલ છે.


રાજયની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂા.72 કરોડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને વિના મુલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા ફાળવાયેલ છે.આ ઉપરાંત જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી 1 કિલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહન વ્યવહારની સુવિધા આપવા માટે રૂા.60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.ઐતિહાસીક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્વ અનેરૂ છે. આ શાળાઓને હેરીટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂા.25 કરોડ તેમજ રાજયની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત રૂા.20 કરોડ ફાળવવામાં આવેલ છે.


આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા વિચારોના સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂા.20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આઇઆઇટી એન્જીનિયરીંગ અને મેડીકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધો.11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂા.20 કરોડ ફાળવવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement