રાજયના 71 લાખ કુટુંબોને જન્માષ્ટમી અને દિપાવલીએ 1-1 લીટર કપાસીયા તેલ અપાશે

03 March 2021 05:08 PM
Budget 2021 Gujarat budget
  • રાજયના 71 લાખ કુટુંબોને જન્માષ્ટમી અને દિપાવલીએ 1-1 લીટર કપાસીયા તેલ અપાશે

પરપ્રાંતિય કામદારોને હવે ગુજરાતમાં રાશન મળશે : બીપીએલ ઉપરાંતની જોગવાઈ: વન-પેન્શન વન રેશનકાર્ડ યોજના રાજયમાં અમલી

રાજકોટ તા.3
ગુજરાતમાં રાજય સરકારે કોરોના સમયે ખાસ કરીને બીપીએલ અને એપીએલ યોજનાનાં લાભાર્થીઓને 6 માસ સુધી રાજય સરકાર દ્વારા મફત અનાજ પુરૂ પાડીને સમગ્ર દેશમાં એક દ્રષ્ટાંત પુરૂ પાડયુ હતું અને હવે દેશમાં વન-નેશન વન રેશન કાર્ડની યોજના અમલમાં મુકી છે અને ગુજરાતમાં તે પૂર્ણ રીતે લાગુ શકે આથી હવે ગુજરાતમાં આવતા પરપ્રાંતિય કામદારો જે પોતાના વતન રાજયમાં રેશનકાર્ડ ધરાવતા હવે તેઓને હવે ગુજરાતમાં પણ તમો જયાં નોકરી રોજગાર મેળવતા હતા ત્યાંજ તેઓને સસ્તા ભાવની અનાજ યોજનાનો લાભ મળશે. નાણામંત્રી શ્રી નીતીન પટેલે કહ્યું કે ગુજરાતમાં એક પણ વ્યકિત ભૂખ્યો ન રહે તે જોવાની અમારી પ્રતિબધ્ધતા છે.શ્રી પટેલે અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજયમાં અન્ન નાગરીક પુરવઠા માટે કુલ રૂા.1224 કરોડની જોગવાઈ કરી છે જેમાં રાજય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધરાવતા 35 લાખ કુટુંબોને જ અત્યારે કુટુંબ દીઠ એક એક લીટર કપાસીયા તેલ રાહત દરે આપવામાં આવે છે. હવે આ યોજનાનો વ્યાપ વધારી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળનાં કુટુંબોને આવરી લઈ તમામ 71 લાખ કુટુંબોને જન્માષ્ટમી અને દિવાળી નિમિતે રાહત દરે એક એક લીટર કપાસીયા તેલ આપવામાં આવશે તે માટે રૂા.70 કરોડની જોગવાઈ રાજયનાં ગેસ સિલીન્ડર વિહોણા અંદાજીત ત્રણ લાખ બાર હજાર લાભાર્થીઓને ગ્રીન અને કલીન ફયુઅલ સ્વરૂપે કેરોસીનની જગ્યાએ પીએનજી અથવા એલપીજી ગેસ કનેકશન આપવા રૂા.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement