રાજકોટ:
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દેશમાં સૌથી સારી છે અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તથા ગુન્હેગારોને ઝડપી તપાસ બાદ ઝડપી શકાય તેમ છે.
ગૃહવિભાગ માટે રૂા.7960 કરોડની જોગવાઈ ગુંડાગીરી વિરોધી કાનૂન, એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટ જેવા નવા કાનૂનોની માફીયાગીરી પર મોટો પ્રહાર થયો છે. રાજયના પોલીસ તંત્રને સતત આધુનિક સુવિધાથી સજજ બનાવી કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું કે વિશાળ દરિયાઈ સીમાઓને પણ આપણે મજબૂત બનાવી છે. મહિલા સલામતી અને નબળા વર્ગોનું સંરક્ષણ સરકારની પ્રાથમીકતા છે.
સાયબર ક્રાઈમ અને આર્થિક ગુનાઓ જેવી નવીન સમસ્યાઓનો આધુનિક ટેકનોલોજીની મદદથી ઝડપી નિકાલ કરવા સરકાર કૃતસંકલ્પ છે. મહિલાઓ અને બાળકો પર થતા જાતીય ગુનાઓ, સાયબર ક્રાઈમ, વ્યાજખોરો, બેંકીંગ, ફ્રોડ, જુગારનો અડ્ડો ચલાવનાર, બુટલેગરો, પ્રોપર્ટી ગ્રેબર, ડ્રગ્સ માફીયા, અનૈતિક વ્યાપાર કરનાર ગુનેગાર, જાતીય સતામણી, ગૌ-હત્યા અને ચેઈન સ્નેચીંગ જેવા ગુનાઓને અસરકારક રીતે નિયંત્રણમાં લાવી પ્રજાહિતના સંરક્ષણ માટે સરકારે પાસાના કાયદામાં ઐતિહાસિક અને શકવર્તી સુધારો કર્યો છે.
* ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની કુલ 3020 નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે. જેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ખાતે 199 નવી જગ્યાઓ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ માટે 147 નવી જગ્યાઓ, રાજકોટ પોલીસ કમિશ્નરેટની ટ્રાફીક શાખા માટે 184 નવી જગ્યાઓ તથા સાયબર સુરક્ષાના આશ્ર્વસ્ત પ્રોજેકટ માટે 112 નવી જગ્યાઓ, રાજયમાં 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 જગ્યાઓ તેમજ સુરત શહેર માટે વિવિધ સંવર્ગની 736 જગ્યાઓ જે પૈકી સુરત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન માટેની 300 નવી જગ્યાઓનો સમાવેશ થાય છે.
* વિશ્વાસ પ્રોજેકટ હેઠળ 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. વધુ શહેરોમાં વધુ સ્થળો પર નવા સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂા.90 કરોડ અને ઈ-ગુજકોપ પ્રોજેકટ માટે રૂા.36 કરોડની જોગવાઈ.
* પોલીસતંત્રની પેટ્રોલીંગની વ્યવસ્થાને સઘન બનાવવા વધુ નવા 876 વાહનો ખરીદવામાં આવશે. જે માટે રૂા.50 કરોડની જોગવાઈ.
* રાજયના ‘કન્વીકશન રેટ’ વધારવા માયે ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ’ હેઠળ રૂા.28 કરોડની જોગવાઈ.
* રાજયના સરહદી વિસ્તાર વિકાસ માટે રૂા.30 કરોડની જોગવાઈ.
* પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ રૂા.26 કરોડની જોગવાઈ.
* ખલાલ ખાતે નિર્માણાધીન કમાન્ડો તાલીમ સેન્ટર માટે રૂા.20 કરોડની જોગવાઈ.
* દેશ વિદેશમાં બનતા ગુન્હાઓ સંદર્ભમાં પુરાવાની સચોટ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે રાજયની ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીએ દુનિયાભરમાં નામના મેળવેલ છે. એફ.એસ.એલ.ના આધુનિકીકરણ માટે રૂા.14 કરોડની જોગવાઈ.
* ભારત નેટ પ્રોજેકટ હેઠળ આઉટ પોસ્ટ અને પોલીસ ચોકીઓને બ્રોડબેન્ડ કનેકટીવીટી પુરી પાડવા માટે રૂા.10 કરોડની જોગવાઈ.
* ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સીસ્ટમ હેઠળ નવા 100 પીસીઆર વેન ખરીદવા રૂા.10 કરોડની જોગવાઈ.