રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં ઓર્ગેનીક કલ્ચર માર્કેટ

03 March 2021 04:55 PM
Rajkot Budget 2021 Gujarat Gujarat budget
  • રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં ઓર્ગેનીક કલ્ચર માર્કેટ

રાજયમાં કૃષિ ક્ષેત્ર માટે રૂા.7232 કરોડની જોગવાઈ:ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગને રૂા.10 લાખની મદદ:રાજયમાં 1800 ઓટો વેધર સ્થપાશે:ગૌશાળા-પાંજરાપોળ માટે રૂા.25 કરોડની જોગવાઈ:ખેડૂતોને વગર વ્યાજના ધિરાણ માટે રૂા.1000 કરોડની ફાળવણી:સરકાર સતત ખેડૂતોની સાથે: નાણામંત્રી

રાજકોટ:
ગુજરાતમાં આજે 2021-22નું બજેટ રજુ કરતા નાણામંત્રી શ્રી નિતીન પટેલે ગુજરાતમાં કૃષિક્ષેમિં રાજય સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેતવાવણીથી ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવામાં રાજય સરકારે જે કામગીરી કરી છે અને તેનાથી કોરોના કાળમાં પણ અનાજ શાકભાજીની ખોટ જવા દીધી નથી તેનાથી આજે રાજયની ખેતી સમૃદ્ધ બની છે. શ્રી પટેલે જાહેરાત કરી કે રાજયના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટીકના બે ટોકર (ટબ) વિનામૂલ્યે આપવાની યોજના માટે રૂા.87 કરોડની જોગવાઈ.


* ફૂડ પ્રોસેસીંગ માટે એકમ દીઠ રૂા.10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂા.82 કરોડની જોગવાઈ.
* બીજ ઉત્પાદક ખેડૂતોને ઉતેજન આપવા ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટીફાઈડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂા.55 કરોડની જોગવાઈ.
* એગ્રી અને ફૂડ પ્રોસેસીંગ કલસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂા.50 કરોડની જોગવાઈ.
* ઓર્ગેનીક તેમજ પ્રાકૃતિક ખેતી આધારીત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજયના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનીક

એગ્રીકલ્ચર માર્કેટ યોજના માટે રૂા.20 કરોડની જોગવાઈ.

* ખેડૂતોને હવામાન આધારીત માર્ગદર્શન સમયસર મળેતે હેતુથી 1800 ઓટોમેટીક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂા.12 કરોડની જોગવાઈ.
* રોગ-જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગીક ધોરણે રાજયના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ કિલનિક માટે રૂા.2 કરોડની જોગવાઈ.
* બિનઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી રાજય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મીશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબકકે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેકનોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રીક ટન બાગાયતી

પાકોનું ઉત્પાદન અને પ્રોસેસીંગની તકો ઉભી થશે. આ યોજના માટે રૂા.100 કરોડની જોગવાઈ.
* નર્સરીઓ અને સેન્ટર ઓફ એકસેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હાર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂા.2 કરોડની જોગવાઈ.
* ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરીફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂા.81 કરોડની જોગવાઈ.
* 10 ગ્રામદીઠ 1 ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂા.43 કરોડની જોગવાઈ.
* ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂા.25 કરોડની જોગવાઈ.
* મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માયે રૂા.20 કરોડની જોગવાઈ.
* રાજયમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂા.20 કરોડની જોગવાઈ.
* કરુણા એનીમલ એમ્બ્યુલન્સ 1962 હેલ્પલાઈનની સેવાઓ માટે રૂા.7 કરોડની જોગવાઈ.
* દૂધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુધનના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂા.3 કરોડની જોગવાઈ.
* રાજય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂા.698 કરોડની જોગવાઈ થઈ છે.
* કામધેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂા.137 કરોડની જોગવાઈ.
* દરિયાઈ વિસ્તારનાં 10 હજાર માછીમારોને હાઈસ્પીડ ડીઝલ ઓઈલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂા.150 કરોડની જોગવાઈ.
* નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સૂત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કીંગ સુવિધાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવતાયુક્ત ઉત્પાદન માટે જરૂરી

માળખાકીય સુવિધાઓ પુરી પાડવા રૂા.97 કરોડની જોગવાઈ.
* દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂા.15 કરોડની જોગવાઈ.
* રાજયના ખેડુતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ પરત ભરપાઈ કરતાં ખેડુતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂા.1000 કરોડની જોગવાઈ.
* ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂા.78 કરોડની જોગવાઈ.
* તાલુકા અને જિલ્લા સહકારી ખરી વેચાણ સંઘોના વિવિધ પ્રોજેકટ માટે રૂા.50 ટકા કેપીટલ સહાયની યોજના હેઠળ રૂા.6 કરોડની જોગવાઈ.


Related News

Loading...
Advertisement