ઈ-રીક્ષા માટે 48000 તથા ઈ-સ્કુટર માટે 12000 ની સબસીડી

03 March 2021 04:33 PM
Gujarat Gujarat budget
  • ઈ-રીક્ષા માટે 48000 તથા ઈ-સ્કુટર માટે 12000 ની સબસીડી

પર્યાવરણ બચાવવા સરકાર ગંભીર: અનેક દરખાસ્તો -સરકારી કચેરીઓની છત પર સોલાર રૂફટોપ -સરકારી શાળાઓમાં એલઈડી ટયુબલાઈટ તથા સ્ટાર રેટેડ પંખા -યુનિવર્સીટીઓમાં કલાયમેટ ચેન્જ સેન્ટર

રાજકોટ તા.3
આજે જાહેર થયેલા બજેટમાં રાજયે કલાઈમેટ ચેન્જ પર્યાવરણ શુધ્ધિ માટે કુલ રૂા.910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.પર્યાવરણલક્ષી અભિગમ રાખી જુદા જુદા વિભાગ હેઠળ વિવિધ કામો માટે રૂા.5000 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે.વધુ 300 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદનનાં લક્ષ્યાંક સાથે 3 લાખ ઘરોને સહાય આપવા માટે રૂા.800 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારી કચેરીઓની છત પર અંદાજે 7 મેગાવોટ ક્ષમતાનાં સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રૂા.25 કરોડની જોગવાઈ કરાઈ છે.


સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે. વધુ 300 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદનનાં લક્ષ્યાંક સાથે 3 લાખ ઘરોને સહાય આપવા માટે રૂા.800 કરોડની જોગવાઈ કરાઈ છે.સરકારી કચેરીઓની છત પર અંદાજે 7 મેગાવોટ ક્ષમતાનાં સોલાર રૂફટોપ સીસ્ટમ માટે રૂા.25 કરોડની જોગવાઈ કરાઈ છે.આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ અને સીએનજીથી ચાલતી રીક્ષાઓને બદલે ઈલેકટ્રીક બેટરીથી ચાલતી ઈ-રીક્ષાનો વપરાશ વધે તો પર્યાવરણમાં સુધારાનો ફાયદો મળે તેવી ઈ-રીક્ષાનાં વપરાશનાં વધારવાનાં ઉદેશથી એક ઈ-રીક્ષા દીઠ રૂા.48 હજારની સબસીડી માટે રૂા.26 કરોડની જોગવાઈ કરાઈ છે. એજ રીતે ઈ-ટુ વ્હીલરો માટે વાહન દીઠ 12 હજારની સબસીડી માટે 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ સિવાય ગૌશાળા, પાંજરાપોળોમાં બાયોગેસ પ્લાંટ સ્થાપવા 75 ટકા સહાય લેખે રૂા.6 કરોડની જોગવાઈ એલઈડી ટયુબ લાઈટ, સ્ટાર રેટેડ પંખા માટે રૂા.4 કરોડની જોગવાઈ કરાઈ છે.


Related News

Loading...
Advertisement