મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 3511 કરોડની જોગવાઇ

03 March 2021 04:30 PM
Gujarat Gujarat budget
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 3511 કરોડની જોગવાઇ

કિશોરીઓ માટેની પૂર્ણા યોજનામાં 220 કરોડ ફાળવાશે: - આંગણવાડી દુધ સંજીવની યોજનામાં 136 કરોડની જોગવાઇ - ભાવનગર, દ્વારકા જિલ્લા સહિત 3 જિલ્લામાં આયુ, ઔષધિઓ માટે 9 કરોડની જોગવાઇ - બાળ વિકાસ પાપા પગલી યોજનામાં પાંચ કરોડની જોગવાઇ - પુન: લગ્ન વિધવા લાભાર્થીઓને રૂા.50 હજારની સહાય - ગંગા સ્વરૂપા પુન: લગ્ન સહાય માટે 3 કરોડની જોગવાઇ

રાજકોટ તા. 3 : વિધાનસભામાં આજે રજુ થયેલા બજેટમાં મહીલા અને બાળ વિકાસ માટે રૂ.3511 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.સશકત મહીલા સુપોષિત ગુજરાતનાં અભિગમ સાથે રાજયમાં 53 હજારથી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત 60 લાખ, બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પુરક પોષણ અનેઆરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે. જેમાં પુરક પોષણ યોજનાઓ માટે રૂ.939 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


રાજયની 15 થી 18 વર્ષથી 11 લાખ 76 હજાર કીશોરીઓને લાભ આપવા માટે પુર્ણા યોજના અંતર્ગત રર0 કરોડની જોગવાઇ ઉપરાંત વિકાસશીલ તાલુકાઓ અને આદીજાતિ વિસ્તારના મળી કુલ 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓે ફલેવર્ડ દુધ પુરુ પાડવા માટેની દુધ સંજીવની યોજના અંતર્ગત રૂ.136 કરોડની જોગવાઇ.છ માસથી ત્રણ વર્ષના બાળકો-સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગીક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જીલ્લામાં આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગના આયોજન માટે 9 કરોડની જોગવાઇ. નવી શિક્ષણ નીતિ-2020 અનુસાર પુર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોના ગુણવતાપુર્ણ સર્વાંગી વિકાસ માટે ‘પા પા પગલી’ યોજનાનુ કરવામાં આવેલ છે. આ માટે પાંચ કરોડની જોગવાઇ છે.પુનલગ્ન કરનાર વિધવા મહીલા માટે લાભાર્થી દીઠ રૂ.50 હજારની સહાય અને ગંગા સ્વરૂપા પુન: લગ્ન સહાય માટે રૂ.3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement